World

ભારતીય માટે ગર્વની વાત:  રાધા આયંગર યુએસ સિક્યોરિટી હેડક્વાર્ટરમાં ટોચના પદ માટે નામાંકિત

ભારતીય-અમેરિકન મહિલા રાધા આયંગર પ્લમ્બને પેન્ટાગોનમાં મોટી જવાબદારી મળી છે. તે દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રાધા પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. એસ પ્રમુખ જો બિડેને પેન્ટાગોનમાં સ્થિત યુએસ સિક્યુરિટી હેડક્વાર્ટર ખાતે ભારતીય મૂળના રાધા આયંગર પ્લમ્બને ‘ડિફેન્સ ફોર એક્વિઝિશન એન્ડ સસ્ટેનમેન્ટ’ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓને ડેપ્યુટી અંડર સેક્રેટરીના પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેઓ અત્યાર સુધી યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ ડિફેન્સના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી રહ્યાં હતા. 15 જૂનના રોજ રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા તેઓને એક્વિઝિશન અને સસ્ટેનમેન્ટ માટે ડિફેન્સના ડેપ્યુટી અંડર સેક્રેટરીના પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. 

  • રાધા આયંગરે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો
  • બિડેન દ્વારા તેઓને એક્વિઝિશન અને સસ્ટેનમેન્ટ માટે ડિફેન્સના ડેપ્યુટી અંડર સેક્રેટરીના પદ માટે નામાંકિત કરવામાં આવ્યા
  • રાધાએ ગૂગલ, ફેસબુક સહિત અનેક મોટી કંપનીઓમાં તેઓએ કામ કર્યું

રાધાએ ગૂગલ, ફેસબુક સહિત અનેક મોટી કંપનીઓમાં તેઓએ કામ કર્યું છે. રાધા આયંગર ચીફ ઓફ સ્ટાફ તરીકે નિમણૂક પહેલા Google માટે કામ કરતા હતા. તેઓ Google ખાતે ટ્રસ્ટ અને સલામતી માટે સંશોધન અને આંતરદૃષ્ટિની નિયામક હતા. જ્યાં તેઓ ડેટા સાયન્સ અને ટેક્નિકલ રિસર્ચ સાથે સંબંધિત ટીમના કમાન્ડમાં હતા. તે જ સમયે Google સાથે જોડાતા પહેલા રાધા આયંગરે ફેસબુકમાં પણ પોતાની સેવાઓ આપી છે. તેમણે Facebook પર પોલિસી એનાલિસિસના વૈશ્વિક વડા તરીકે કામ કર્યું, જ્યાં તેઓ ગંભીર અને મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓથી સંબંધિત સમસ્યાઓ ઉકેલવા જેવી મોટી જવાબદારીઓ નિભાવી છે..

રાધાએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ, એનર્જી મિનિસ્ટ્રી અને વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં ઘણા વરિષ્ઠ હોદ્દા પર સેવા આપી છે. જો તેઓના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. તેઓએ આ પદવી ગ્રહણ કર્ય પછી જણાવ્યું હતું કે બિડેન પ્રશાસન ભારતીય મૂળના લોકો પર વિશ્વાસ કરી રહ્યું છે. દરેક ભારતીય માટે આ ગર્વની વાત છે કે અમેરિકા તેના દેશના લોકોની પ્રતિભાને ઓળખ આપી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે ભારતીય મૂળના વ્યક્તિને મોટી જવાબદારી મળી છે. અગાઉ એવા એંધાણ હતા કે બિડેન ગૌતમ રાણાને સ્લોવાકિયામાં યુએસ એમ્બેસેડર બનાવવા જઈ રહ્યા છે.

Most Popular

To Top