મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના બેતુલ જિલ્લાની મુલતાઈ પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર(Cricketer) નમન ઓઝા(Naman Ojha)ના પિતા વિનય ઓઝા(Vinay Ojha)ની કરોડો રૂપિયાની ઉચાપત(Embezzlement)ના કેસમાં ધરપકડ(Arrest) કરી છે. તેઓ પર આરોપ છે કે તેણે ખેડૂતોના નામે નકલી ક્રેડિટ કાર્ડ બનાવીને 1.25 કરોડની રકમ ઉપાડી લીધી હતી. ક્રિકેટર નમન ઓઝાના પિતાએ જૌલખેડામાં મહારાષ્ટ્ર બેંકનાં બેંક મેનેજર હતા તે દરમિયાન તેમના સહયોગીઓ સાથે મળીને આશરે રૂ. 1.25 કરોડની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના કારણે તેની વિરુદ્ધ વર્ષ 2013માં મુલતાઈ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદથી તે સતત ફરાર હતા. જો કે મુલતાઈ પોલીસે તેની ધરપકડ કરી સોમવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં રજૂ કર્યો હતો.
વર્ષ 2013માં દોઢ કરોડની ઉચાપત કરી હતી
મુલતાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુનીલ લતાએ જણાવ્યું કે વિનય ઓઝાની મુલતાઈ પોલીસે રૂ.ની ઉચાપતના કેસમાં ધરપકડ કરી છે. કોર્ટે આરોપી વિનય ઓઝાને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે તત્કાલિન મેનેજર વિનય ઓઝાની વર્ષ 2013માં બેંક ઓફ મહારાષ્ટ્રની જૌલખેડા શાખામાં લગભગ 1.25 કરોડ રૂપિયાની કથિત ઉચાપતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તત્કાલીન બેંક મેનેજર વિનય ઓઝા સામે છેતરપિંડી સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વિનય ઓઝા કેસ નોંધાયા બાદથી ફરાર હતો.. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે તત્કાલીન મેનેજર વિનય ઓઝાની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે.
આ છે સમગ્ર મામલો
વર્ષ 2013 માં, અભિષેક રત્નમ તૈનાચ બેતુલ જિલ્લાના જૌલખેડા ગામમાં સ્થિત બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં બેંક મેનેજર હતા. અભિષેકે તે કાર્યકાળ દરમિયાન આ કાવતરું ઘડ્યું હતું. ત્યારબાદ તેની બદલી થયા બાદ સફાઈ કામદારો અને અન્ય લોકો સાથે મળી 2 જૂન, 2013 રવિવારના રોજ 34 નકલી ખાતા ખોલીને KCCની લોન તેમને ટ્રાન્સફર કરીને લગભગ 1.25 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યારે કથિત ઉચાપત થઈ ત્યારે વિનય ઓઝા બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ પછી તત્કાલીન મેનેજર વિનય ઓઝા, પૂર્વ બેંક મેનેજર અભિષેક રત્નમ, વિનોદ પંવાર, લેખપાલ નિલેશ ચલોત્રે, દીનાનાથ રાઠોડ સહિતે કથિત ઉચાપતની રકમ એકબીજામાં વહેંચી દીધી હતી.
એક દિવસના પોલીસ રિમાન્ડ
ફરિયાદ બાદ, મુલતાઇ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રકમ ઉપાડી લીધા પછી, બેંક મેનેજર અભિષેક રત્નમ, વિનય ઓઝા, એકાઉન્ટન્ટ નિલેશ ચલોત્રે, દીનાનાથ રાઠોડ અને અન્યોએ રકમને એકબીજામાં વહેંચી દીધી હતી. પોલીસે અભિષેક રત્નમ, વિનય ઓઝા, નિલેશ ચલોત્રે અને અન્યો સામે કેસ નોંધ્યો હતો. એસડીઓપી મુલતાઈ નમ્રતા સોઢિયાએ જણાવ્યું કે ઉચાપત કેસમાં ક્રિકેટર નમન ઓઝાના પિતા વિનય ઓઝાની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના એક દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જે સ્વીકારીને કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે.