Gujarat

ધો.10નાં રીઝલ્ટમાં ફરી છોકરીઓએ બાજી મારી, છોકરાઓ કરતા આટલું ઊંચું પરિણામ

ગાંધીનગર: ગુજરાત બોર્ડનું ધો.10નું પરિણામ આજે જાહેર કરાયું છે. આ વર્ષે 65.18 ટકા પરિણામ નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ સુરત જીલ્લાનું 75.64 ટકા છે. જ્યારે સૌથી ઓછું પાટણનું 54.29 ટકા પરિણામ છે. હાલમાં જ ધો.12 સાયન્સ અને કોર્મસનાં પરિણામ જાહેર થયા હતા. જેમાં છોકરાઓ કરતા છોકરીઓએ પરિણામમાં બાજી મારી છે. તે જ રીતે ધો.10નાં પરિણામમાં પણ છોકરીઓએ ફરી એકવાર બાજી મારી છે. તો આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં ફેલ થયા છે. અન્ય વિષયોનું તુલનામાં આ વર્ષે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિષયનું પરિણામ ઓછું નોંધાયું છે

છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી
ધો.10નાં પરિણામમાં આ વર્ષે પણ છોકરીઓએ બાજી મારી છે. છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ 11 ટકા વધારે છે. આ વર્ષે છોકરીઓનું 71.66 ટકા પરિણામ છે. જ્યારે છોકરાઓનું 59.92 ટકા પરિણામ છે.

A-1 અને A-2 ગ્રેડમાં ફરી સુરતના વિદ્યાર્થીઓ અવ્વલ
ગુજરાતમાં સૌથી વધુ 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. જે સુરતનાં છે. જયારે A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.

ગુજરાતી અને હિન્દી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ
આ વર્ષે ગુજરાતી અને હિન્દી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ નોંધાયું છે. ગુજરાતી માધ્યમનું 63.13 ટકા પરિણામ, હિન્દી માધ્યમનું 63.96 ટકા પરિણામ અને અંગ્રેજી માધ્યમનું 81.50 ટકા પરિણામ નોંધાયું છે.

છેલ્લા 10 વર્ષનાં પરિણામ
કોરોનાકાળની શરૂઆતમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 10મા ધોરણનું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. જે 2019 કરતા 5 ટકા ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.

વર્ષપરિણામ(ટકાવારીમાં)
201060.81
201171.06
201269.10
201365.12
201463.85
201554.42
201667.06
201768.24
201867.50
201966.97
202060.64
2021100 % માસ પ્રમોશન
202265.18

વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીમાં સૌથી વધુ વિદ્યાર્થી ફેલ
વિષય મુજબ પરિણામની વાત કરીએ વિજ્ઞાનમાં સૌથી વધુ વિદ્યાર્થી ફેલ થયા છે. વિજ્ઞાન વિષયનું 71.71 ટકા પરિણામ નોંધાયું છે. 2.18 લાખ કરતા વધુ વિદ્યાર્થી વિજ્ઞાનમાં ફેલ થયા છે. આ ઉપરાંત ગુજરાતી અને કોમ્પ્યુટર વિષયમાં સૌથી

રાજ્યમાં ધો. 10ની પરીક્ષામાં 77 કેદીઓએમાંથી 15 પાસ
ચાલુ વર્ષે રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલોમાં સજા કાપી રહેલાં 77 કેદીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 15 કેદીઓ પાસ થયા છે.

Most Popular

To Top