Gujarat

ભાજપે વિધાનસભાની બેઠકો માટે મંત્રી અને સિનિયર આગેવાનો-ધારાસભ્યોને જવાબદારી સોંપી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપે મિશન 182ની તૈયારીના ભાગરૂપે 182 વિધાનસભા બેઠકો માટે મંત્રી, સિનિયર આગેવાનો, પૂર્વ પ્રધાન અને ધારાસભ્યોને જવાબદારી સોંપી છે. પ્રથમ તબક્કામાં ભાજપ માટે પડકારરૂપ બેઠકનો જવાબદારી સોપવામાં આવી છે. જેમાં વિધાનસભા મતક્ષેત્રનો ત્રણ દિવસ સુધી પ્રવાસ કરી તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી પ્રદેશ હાઈકમાન્ડને સુપરત કરશે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીને કામરેજ બેઠક, જ્યારે મંત્રી પ્રદિપ પરમારને નીઝર બેઠકની જવાબદારી સોપવામાં આવી છે.

ભાજપ દ્વારા મિશન- 2022ની શરૂઆત કરી દેવામાં આવી છે. ભાજપે 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે તેના માટે એકશન પ્લાન તૈયાર કરી તે દિશામાં કામગીરી પણ શરૂ કરી દીધી છે. રાજયની 182 વિધાનસભા બેઠકો માટે મંત્રીઓ, ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને જવાબદારી સોંપી છે, વિધાનસભા વિસ્તારમાં ત્રણ દિવસનો પ્રવાસ કરી તમામ પરિસ્થિતિનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે. આ ઉપરાંત અમદાવાદની દરિયાપુર બેઠકની જવાબદારી મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને, જ્યારે મંત્રી પૂર્ણેશ મોદીને અમદાવાદ મણિનગર બેઠકની જવાબદારી સોપવામાં આવી છે.

Most Popular

To Top