આસામ: આસામના (Assam) લેડી સિંઘમ તરીકે જાણીતા પોલીસ (Police) અધિકારીની છેતરપિંડીના કેસમાં ધરપકડ (Arrest) કરવામાં આવી છે. પોલીસ અધિકારી જનમોની રાભા ગયા મહિને જ તેના મંગેતરની ધરપકડ કરવામાં આવ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. પોલીસ અધિકારી જનમોનીની શનિવારે (Saturday) ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે ભ્રષ્ટાચારમાં સામેલ થવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
- છેતરપિંડી બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે માજુલી જેલમાં બંધ છે
- રાભા જે ‘લેડી સિંઘમ’ અથવા ‘દબંગ પોલીસમેન’ તરીકે જાણીતી છે, તેના પર પૈસા લેનારા પોગાગ સાથે સાંઠગાંઠનો આરોપ
- ગયા વર્ષે ઓક્ટોબરમાં પોગાગ સાથે સગાઈ કરી હતી અને નવેમ્બર 2022માં તેઓના લગ્ન થવાના હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રાજ્યના નાગાંવ જિલ્લાના કાલિયાબોર પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત રાભાની સતત બે દિવસની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. માજુલી જિલ્લા અદાલતે રાભાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી. બે કોન્ટ્રાક્ટરોએ પોલીસને ફરિયાદ કરી હતી કે જ્યારે રાભા માજુલીમાં પોસ્ટેડ હતી, ત્યારે તેણે તેનો પરિચય તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રાણા પોગાગ સાથે કરાવ્યો હતો, ત્યારબાદ તેણે રાણા સાથે નાણાકીય સોદા કર્યા હતા. કોન્ટ્રાક્ટરોએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાભાએ પોગાગ સામે એફઆઈઆર નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેણે કેટલાક લોકોને ONGCમાં નોકરી અને કોન્ટ્રાક્ટ આપવાનું વચન આપીને છેતર્યા હતા. બાદમાં તેની છેતરપિંડી બદલ ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે માજુલી જેલમાં બંધ છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રાભા, જે ‘લેડી સિંઘમ’ અથવા ‘દબંગ પોલીસમેન’ તરીકે જાણીતી છે, તેના પર રાભાના નામે પૈસા લેનારા પોગાગ સાથે સાંઠગાંઠનો આરોપ છે. આ આરોપો અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાભા, જેને ગરમુરની માજુલી જિલ્લા જેલમાં લઈ જવામાં આવી હતી, તેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં પોગાગ સાથે સગાઈ કરી હતી અને નવેમ્બર 2022માં તેઓના લગ્ન થવાના હતા.