હૈદરાબાદ: હૈદરાબાદમાં એક સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. સગીરા પોતાના મિત્રો સાથે એક હાઈ પ્રોફાઈલ પબ પાર્ટીમાં ગઈ હતી. જ્યાં 5 છોકરાઓએ સગીરાને ઘરે મૂકી જવાના બહાને કારમાં જ દુષ્કર્મ આચર્યું હતું. ગેંગરેપ કરનાર તમામ છોકરાઓ ધો.11-12નાં વિદ્યાર્થી હતા. આ તમામ છોકરાઓ શ્રીમંત ઘરના હતા. જો કે આ આરોપીઓમાં એક આરોપી ધારાસભ્યનો પુત્ર પણ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે પોલીસે આ મામલે કોઈ ખુલાસો કર્યો નથી.
28મેનાં રોજ બની હતી ઘટના
સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે 28 મેના રોજ 17 વર્ષની પીડિતા એક હાઈપ્રોફાઈલ પાર્ટીમાં ગઈ હતી. મિત્રો દ્વારા એમ્નેશિયા એન્ડ ઈનસોમ્નિયા પબમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પબમાં મળેલા આરોપીએ તેને કહ્યું, ‘તેઓ તેને ઘરે મૂકી દેશે. તે કારમાં બેસી ગયો. જેમાં પહેલેથી જ ત્રણ-ચાર છોકરાઓ હતા. બાળકીના શરીર પર ઈજાના નિશાન છે. આ ઘટના બાદ તે આઘાતમાં છે. તે આ ઘટનાનો ખુલાસો કરવામાં અસમર્થ છે. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું કે કાર સુમસાન સ્થળે રોકાલી હતી તે સમયે જ્યારે કાર એકાંત સ્થળે રોકાઈ ત્યારે છોકરાઓએ એક બાદ એક છોકરી સાથે મારપીટ કરી હતી. આ છોકરાઓ દુષ્કર્મ આચરતા પહેલા એક પેસ્ટ્રીની દુકાને પણ ગયા હતા.
પીડિતા આઘાતમાં, એક જ આરોપીને ઓળખે છે
ઘટના બાદ પીડિતા આઘાતમાં સરી પડી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં ધારાસભ્યના પુત્ર ઉપરાંત લઘુમતી બોર્ડના અધ્યક્ષનો પુત્ર પણ હતો. હાલમાં યુવતીએ એક આરોપીને ઓળખી લીધો છે. પીડિતાના નિવેદન બાદ પોલીસે કલમો બદલીને બળાત્કારનો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે આરોપીઓને ઓળખવા માટે પાર્ટી સાથે સંકળાયેલા લોકો અને ત્યાં કામ કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
પિતાએ કહ્યું, આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ
પિતાએ જણાવ્યું હતું કે તેની દીકરીના શરીર પર ઈજાનાં નિશાન પણ છે. ઘટના પછીથી પીડિતા આઘાતમાં છે, તેથી તે સમગ્ર ઘટનાનો ખુલાસો ના કરી શકી. પીડિતાના પિતાએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ કરીને આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.