સસ્પેન્શન રેલ્વે આજે એક જૂના જમાનાની વાર્તા જેવી લાગે છે પણ આ રોમાંચક પરિવહનનું ભાવિ કેવું હશે તેની 19મી સદીની તે દ્રષ્ટિ પણ આજના યુગમાં ચોક્કસપણે બધા અપસાઇડ ડાઉન રેલ્વેમાં મુસાફરી કરવાનું પસંદ કરશે! તેનું મૂળ નામ ‘યુગેન લેંગેન મોનોરેલ ઓવરહેડ કનવેયર સિસ્ટમ’ હતું. તે વિશ્વની સૌથી જૂની ઇલેક્ટ્રીક એલિવેટેડ રેલ્વે છે. જેમાં હેંગિંગ કાર છે અને તે જર્મનીમાં એક અનોખી સિસ્ટમ છે! સામાન્ય ટ્રેન લાઇનથી વિપરીત જે ટેરા ફર્મામાં નિશ્ચિતપણે સ્થિર રહે છે. સસ્પેન્શન રેલ્વે તોરણોથી સરકતી અને ગુંથાઈને ટ્રેકની નીચે લટકતી રહે છે. તેને ગીચ રસ્તાઓ, ખડકો, વાહનો, નદીઓ અને અન્ય અવરોધો નડતા નથી બલ્કે તે તેના પર લહેરાતી પસાર થઇ જાય છે! મુસાફરો આ દ્રશ્યનો આનંદ માણે છે. તે વગર નડતરે ગંતવ્ય સ્થળે પહોંચી જાય છે.
1974માં એરપોર્ટ બંધ થયા પહેલાં ચાર વર્ષ સુધી ડલ્લાસ લવ ફિલ્ડના પાર્કિંગ લોટથી ટર્મિનલ સુધી પેસેન્જરોને હંફાવી દે તેવા બ્રાનિફ જેટ્રેઇલ ફાસ્ટ પાર્ક સિસ્ટમ જેવા ટૂંકા ગાળાના સાહસો સફળ થયા હોવા છતાં સસ્પેન્શન રેલ્વે જેટલી કોઈ યાત્રા સરળ બની નથી. વર્તમાનમાં જાપાન અને જર્મનીમાં વુપરટલમાં સસ્પેન્શન રેલ્વે કાર્યરત છે. જર્મનીમાં તેનું મૂળ છે અને હજી પણ ખૂબ જ શ્રેષ્ઠ વાહનવ્યવ્હાર ગણાય છે! તેની તમામ ભવ્યતા આકર્ષણ સભર જોવા મળે છે. જો કે આ 1880ના દાયકામાં શરૂ થયું હતું, શાહી જર્મની કહેવાતા ગ્રુન્ડરઝેઇટ યુગમાં ઝડપી ઔદ્યોગિક વિસ્તરણના આફ્ટરગ્લોમાં ઉદ્યોગ સાહસિક અને ઈન્જિનિયર યુજેન લેંગેન કોલોનમાં તેમની સુગર ફેક્ટરીમાં સાકરની ગુણીઓ સહિત માલસામાનને ખસેડવા માટે સસ્પેન્શન રેલ્વેનો પ્રયોગ કરી રહ્યા હતા.
આ દરમિયાન નજીકના શહેર વુપરટલમાં વાહનો માટે સમસ્યા હતી. તેજીનો વેગ પકડતા સ્થાનિક કાપડ ઉદ્યોગે આ વિસ્તારને વુપર નદીના કાંઠે નાની વસાહતોથી માંડીને ચાલીસ હજારથી વધુ વસ્તીને શહેરી વિસ્તાર સુધી વધતો જોયો હતો. લોકોને વાહનો સાથે આસપાસ ફરવાની જરૂર હતી પણ લાંબી અને વળાંકવાળી નદીની ખીણએ પરંપરાગત રેલ અથવા ટ્રામવેઝને અશક્ય બનાવ્યું હતું. શહેરના અધિકારીઓએ સમસ્યાને ઉકેલવા માટે દરખાસ્તો આમંત્રિત કરી હતી.
1893માં શહેરમાં એન્જિનિયર યુજેન લેંગેને સસ્પેન્શન રેલ્વે સિસ્ટમ ઓફર કરી, જે દરખાસ્ત પર થપ્પો લાગ્યો. યુજેન લેંગેન દ્વારા ડિઝાઇન કરાયેલ અને બર્લિન, મ્યુનિક અને બ્રેસ્લાઉ શહેરોને સૌપ્રથમ ઓફર કરવામાં આવી પણ એલિવેટેડ સ્ટેશનો સાથેની સ્થાપના બાર્મેન, એલ્બરફેલ્ડ અને વોહવિંકેલમાં થઈ. બાંધકામ 1898માં કામ શરૂ થયું અને 1901માં સમ્રાટ વિલ્હેમ ૨ અને તેની પત્ની ઓગસ્ટ વિક્ટોરિયાએ ટેસ્ટ રાઈડ લઈને વિધિપૂર્વક સસ્પેન્શન રેલ્વેની લાઇન ખોલી એક વિકલ્પ આપ્યો! કામ સરળ નહોતું.
એલિવેટેડ ટ્રેક બનાવવા માટે લગભગ વીસ હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શહેરમાંથી ટ્રેન પસાર થાય ત્યારે તેનાં માટે 20 સુંદર આર્ટ નવાં સ્ટેશનો બન્યાં. ગાડીઓના આકર્ષક કાચ અને લાકડાની આંતરિક ભાગની સજાવટ પ્રશંસા પામ્યાં હતાં. જે પાંસઠ મુસાફરોને અજબ સહેલી યાત્રા કરાવતી હતી. સફળતાના પગલે ૧૯૦૩માં આ નેટવર્કને તેની અંતિમ લંબાઇ 13.0 કિલોમીટર (8.3 માઇલ) સુધી લંબાવવામાં આવ્યું હતું, જેમાં લાઇનના વોહવિંકેલ અને ઓબરબાર્મન સ્ટેશનો સાથે જોડાયેલાં ટર્નિંગ લૂપ્સ પર મુસાફરીની શરૂઆત અને અંત થાય છે.
નવી રેલ્વે સ્થાનિકો માટે સફળ સાબિત થઈ. પછીના કેટલાક વર્ષોમાં દર પાંચ મિનિટે દોડતી ટ્રેનની લંબાઈ બેથી છ કેરેજ સુધી વધારવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હતો, ત્યારે વુપરટલના ઘણા કામદારો સેનામાં સેવા આપતા હતા, પરંતુ 1925 સુધીમાં નેટવર્ક પહેલાથી જ બે કરોડ મુસાફરોને વુપર નદી પાર લઈ જતું હતું. બીજા વિશ્વયુદ્ધમાં વુપરટલ પર ભારે હવાઈ હુમલામાં બોમ્બમારાથી નેટવર્ક પર ખરાબ રીતે અસર થઈ હતી, પરંતુ ઈસ્ટર સુધીમાં યુરોપમાં યુધ્ધ સમાપ્ત થયાને બાર મહિના થાય તે પહેલાં આખો માર્ગ રાબેતા મુજબ કાર્ય કરતો થઈ ગયો હતો.
રોઝમેરી વેઇન્ગાર્ટન જેનો જન્મ વુપરટલના બાર્મેન જિલ્લામાં 1933માં થયો હતો. વુપરટલની રેલ્વેએ આર્ટવર્કને પ્રેરણા આપી છે અને ઘણી ફિલ્મોમાં તેની ઝલક જોવા મળે છે. શ્વેબેબાન કરતા વુપરટલ અને બાર્મેન બંનેનું પ્રતિનિધિત્વ વધુ પ્રતિકાત્મક છે. 1950માં વુપર નદીમાં ટુફી નામનો હાથી ટ્રેન કેરેજથી દશ મીટર નીચે છીંછરા પાણીમાં કૂદી ગયો હતો. એલ્થોફ સર્કસ શહેરમાં ચાલતું હતું અને યુવાનોને આકર્ષિત કરવા પ્રમોશનલ ટ્રીપનું આયોજન થયું હતું. ટફી હાથી તે સમયે પશ્ચિમ જર્મનીમાં સેલિબ્રિટી ગણાતો. લોકો ટફીની આસપાસ નિર્ભય રહેતા. તેથી સર્કસના માલિક ફ્રાન્ઝ એલ્થોફ નિયમિતપણે તેના શોની જાહેરાત માટે તેનો ઉપયોગ કરતા હતા.
તે વુપરટલ-બાર્મન સ્ટેશન પર ટ્રેનમાં ચડી ટફી માટે ચાર ટિકિટ અને એક પોતાના માટે ખરીદવાની હતી. પરંતુ ગાડી પત્રકારો અને અધિકારીઓથી ખીચોખીચ ભરેલી હતી. તેથી જ્યારે ટફીએ થોડીવાર પછી વળવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ન થઈ શકયું અને ટફી ગભરાઈ ગયો. તેણે અફરાતફરીમાં સીટોની પંક્તિને કચડી નાખી અને પછી દશ મીટર નીચે નદીમાં બારીમાંથી કૂદકો માર્યો! તે સ્થાન પર નદી માત્ર પચાસ સેન્ટિમીટર ઊંડી હતી પરંતુ જમીન કાદવથી ખદબદ હતી. તેથી ટફીને થોડી મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો. દેખીતી રીતે એલ્થોફ તેની પાછળ કૂદી જવા માંગતો હતો પરંતુ તેના બદલે તે આગળના સ્ટોપ પર જતો રહ્યો, જ્યાંથી તે સ્તબ્ધ હાથી પાસે પાછો દોડ્યો અને તેને સર્કસ કેમ્પમાં લઈ આવ્યો! આ ઘટના યાદગાર બની કારણ કે કલાકાર બર્ન્ડ બર્ગકેમ્પરે બેસાલ્ટમાંથી બનાવેલી પ્રતિમા જ્યાં ટફીએ કૂદકો માર્યો હતો તે જગ્યા પર સ્થાપિત છે.
હવે હળવાશથી ડોલતી શ્વેબેબાન હવે હાથીઓને પરિવહન કરતી નથી, પરંતુ હજુ પણ કોમ્યુટર ટ્રેન તરીકે ઉપયોગમાં લેવાય છે, જે વાર્ષિક પચ્ચીસ મિલિયન મુસાફરોને આશ્ચર્યજનક મુસાફરીનો આનંદ કરાવે છે. લગભગ તમામ ભવ્ય પૂર્વ પેઢીની ટ્રેનો અદૃશ્ય થઈ ગઈ છે. Iconic GTW 72 કેરેજ પણ 27 વર્ષ સુધી ચાલતી રહી પછી જનરેશન 15ની આકર્ષક વાદળી ટ્રેનો તેની બદલે આવી છે. નવી ટ્રેનો પણ શ્વેબેબાન રેલવે પ્રેમીઓમાં લોકપ્રિય છે. શ્વેબેબાન પ્રત્યે આકર્ષણ સ્વાભાવિક છે. સદી પહેલા કોમ્પ્યુટર સહાય સિસ્ટમ વિના આવા પ્રોજેક્ટને સાકાર કરવા તે અકલ્પનીય છે. શ્વેબેબાનમાં સવારી મુસાફરોને અદ્ભુત દ્રશ્યો દેખાડતા લહેર કરાવે છે. તે મેળાનું મેદાન આકર્ષણ જેવું લાગે છે. શ્વેબેબાન મુસાફરી કરવાનો અત્યંત સલામત માર્ગ છે. તે જર્મનીમાં સાર્વજનિક પરિવહનની સૌથી સલામત પદ્ધતિ પણ માનવામાં આવતી હતી.
લગભગ 100 વર્ષની કામગીરીમાં માત્ર અપવાદ સિવાય જ નાના અકસ્માતો નોંધાયા હતા. કેટલાક ઉતાર-ચઢાવ આવ્યા છે. ખાસ કરીને અપગ્રેડથી જ્યારે 2018માં 350 મીટર લાંબો પાવર કેબલ તૂટી પડ્યો હતો અને લગભગ નવ મહિના સુધી શ્વેબેબાનને અસમર્થ બનાવ્યો હતો, જે તેના ઇતિહાસમાં સૌથી લાંબી સેવા વિક્ષેપ છે. રેલ્વે 2019માં ફરીથી ખોલવામાં આવી હતી અને ફરીથી વ્યાપક અને આનંદપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના અદ્ભુત ઇતિહાસ અને આઇકોનિક દેખાવને જોતા તે આશ્ચર્યજનક નથી કે શ્વેબેબાનને પુષ્કળ કલાકૃતિઓ અને સામાન્ય રીતે જર્મન લોકપ્રિય સંસ્કૃતિને પ્રેરણા આપી છે. ઝાયોનિસ્ટ લેખક અને રાજકીય કાર્યકર થિયોડર હર્ઝલ દ્વારા Sci-fi નવલકથા ‘અલ્ટન્યુલેન્ડ’ (ધ ઓલ્ડ ન્યૂ લેન્ડ)માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તે દિગ્દર્શક વિમ વેન્ડર્સની મૂવી ‘એલિસ ઇન ડેન સ્ટેડટન’ (એલિસ ઇન ધ સિટીઝ), ટોમ ટિકવરના નાટક ‘ડેર ક્રિગર અંડ ડાઇ કાઇઝરિન’ (ધ વોરિયર એન્ડ ધ એમ્પ્રેસ)માં અને ફરીથી વેન્ડર્સની મૂવીમાં, કોરિયોગ્રાફર પીના બાઉશ, અન્ય વુપરટલ આઇકનનું સેલિબ્રેશન કરતી ‘પીના’માં ઊંધી ટ્રેનમાં સવારીનું આલેખન યાદગાર બન્યું. અંગ્રેજ કલાકાર ડેરેન એલમોન્ડે 1995માં ‘શ્વેબેબાન’ નામનું સુપર 8 મૂવી વર્ક બનાવ્યું હતું અને ન્યુયોર્કમાં ‘મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટ’એ તેના સંગ્રહમાં બે મિનિટની ફિલ્મ ‘શ્વેબેબાન’ કેરેજમાંથી ફિલ્માંકન કરી હતી.
આજકાલ સ્થિર અને આર્થિક ગ્રે કોંક્રીટ પસંદગી છે અને તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું લક્ષણ છે પરંતુ શ્વેબેબાનના લોખંડના ગર્ડર નીચે ટ્રાફિકના સતત વધતાં જથ્થાને ધ્યાનમાં લીધા વિના ટ્રેનોને તેના મુસાફરોને પરિવહન કરવાની મંજૂરી આપે છે, તે ખૂબ સરસ સુંદર લાગે છે! 2018થી શ્વેબેબાન જાપાનના શહેર કામાકુરામાં શોનાન મોનોરેલની સિસ્ટર રેલ્વે છે. પ્રિય બાબત એ છે કે સસ્પેન્શન રેલ્વેના મુસાફરી ટકાઉ સાધન તરીકે પ્રોત્સાહન આપવા માટે હજી ભવિષ્ય માટે માર્ગ બતાવી શકે છે. સમય અરીસા જેવો જ છે તે પહેલાં પ્રતિબિંબ ઘડી દેખાડે છે જેની જરૂરત ભવિષ્યમાં હોય છે! – કુસુમ ઠક્કર