ભરૂચ: અમદાવાદની (Ahmedabad) છારા ગેંગની અંકલેશ્વરમાં (Ankleshwar) પેધી પડેલી મહિલા (Women) ગેંગે 2 દિવસમાં બે સ્થળોએ 5.45 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. લોકોના સહયોગથી પોલીસે (Police) ટોળકીની 7 મહિલાને ઝબ્બે કરી છે. અંકલેશ્વરના સારંગપુરની મીરાનગર સોસાયટીમાં લૂંટને અંજામ આપનાર છારા ગેંગની સાત મહિલાઓએ કોસમડીની સન પ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી.
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રહેતી હોસલી દેવી રમેશ રાજમંગલ યાદવ ગુરૂવારે પોતાના ઘરે હતા. દરમિયાન સાતથી વધુ મહિલાઓ આવી હતી અને તેઓએ હોસલી દેવી પાસે જમવાનું અને પાણી માંગી વાતોમાં ભોળવી ધક્કો મારી નીચે પાડી એક મહિલા ઘરના ઘુસી ગઈ હતી. અંદરના રૂમમાં કબાટમાં રહેલ રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.45 લાખની લૂંટ ચલાવી ભાગવા જતા મકાન માલિકે બુમરાણ મચાવી હતી.છારા ગેંગની લૂંટારું મહિલાઓનો પીછો કરતા સોસાયટીના લોકોએ 7 મહિલાઓને પકડી પાડી પોલીસને હવાલે કરી હતી. પોલીસે રેખાબેન સતીશ દાતણિયા, કિરણબેન જહુન દેવીપૂજક, સોનાબેન યુવરાજ દેવીપૂજક, જમાબેન ઉર્ફે જેકત અમૃત દેવીપૂજક, કોયલબેન બાદલ અને વસંતીબેન કુસવસ, સંગીતબેન બાદલને ઝડપી લીધી હતી. જયારે અન્ય બેથી વધુ લૂંટારુ મહિલાઓ ફરાર થઇ ગઈ હતી.
અમદાવાદની છારા ગેંગની કોયલબેન બાદલ અને અન્ય પાંચથી છ મહિલાઓએ ગત 17મી મેના રોજ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ સન પ્લાઝામાં રહેતા મીનાદેવી દિનેશ રાવલ પોતાની પસ્તીની દુકાન પર બેઠા હતા. દરમિયાન દુકાનદાર પાસે પાણી માંગી મીનાદેવી રાવલને વાતોમાં ભોળવી એક મહિલા દુકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલ રોકડા 4 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગઈ હોવાની જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને આધારે ઝડપાયેલ છારા ગેંગની લૂંટારુ મહિલાઓની વધુ તપાસ હાથ ધરી છે.
છારા ગેંગની મહિલાઓએ કોસમડીની સનપ્લાઝામાં પણ 4 લાખની લૂંટ ચલાવી હતી
અંકલેશ્વર: અંકલેશ્વરના સારંગપુરની મીરાનગર સોસાયટીમાં લૂંટને અંજામ આપનાર છારા ગેંગની સાત મહિલાઓએ કોસમડીની સન પ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી. ગતરોજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રહેતી હોસલી દેવી રમેશ રાજમંગલ યાદવ પોતાના ઘરે હતી તે દરમિયાન સાતથી વધુ મહિલાઓ આવી હતી અને તેઓએ હોસલી દેવી પાસે જમવાનું માંગી વાતોમાં ભોળવી ધક્કો મારી નીચે પાડી એક મહિલા ઘરના ઘુસી જઈ કબાટમાં રહેલ રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.45 લાખની લૂંટ ચલાવી ભાગવા જતા મકાન માલિકે બુમરાણ મચાવતા સોસાયટીના લોકોએ સાત મહિલાઓને પકડી પાડી પોલીસને હવાલે કરી હતી પોલીસે રેખાબેન સતીશ દાતણિયા,કિરણબેન જહુન દેવીપૂજક,સોનાબેન યુવરાજ દેવીપૂજક,જમાબેન ઉર્ફે જેકત અમૃત દેવીપૂજક, કોયલબેન બાદલ વાઘરી અને વસંતીબેન કુસવસ વાઘરી, સંગીતાબેન બાદલ વાઘરીને ઝડપી પાડી હતી. જયારે અન્ય બેથી વધુ લૂંટારુ મહિલાઓ ફરાર થઇ ગઈ હતી.