ભરૂચ: મને માફ કરી દો… મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર વિડીયો (Video) નહીં બનાવું…. ભરૂચ (Bharuch) સી ડિવિઝન પોલીસમથકમાં (Policestation) ભાન ભૂલેલા બુટલેગરને પોલીસે કાયદાનું જ્ઞાન પીરસ્યું હતું. પોલીસને (Police) ગાળો ભાંડતો ચાલુ કારે વિડીયો બનાવનાર ધ્રુવ પટેલ ઘૂંટણીયે પડી વારંવાર બે હાથ જોડી માફી માંગતો થઈ ગયો હતો.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં દારૂનો (Alcohol) વેપલા કરતી માતા (Mother) પ્રજ્ઞા મિસ્ત્રીને હાલમાં જ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. જ્યારે બુટલેગર પુત્ર ધ્રુવ પટેલ બે ગુનામાં વોન્ટેડ (Wanted) હતો.
- ભાન ભૂલેલા આ બુટલેગરની સાન ઠેકાણે લાવવા સી ડિવિઝને વોન્ટેડ ધ્રુવને રાઉન્ડ અપ કરી લીધો
- ઘૂંટણીયે પડી બે હાથ જોડી માફી માંગવી પડી, બુટલેગર ધ્રુવ પટેલ 2 ગુનામાં વોન્ટેડ હતો
- મહાદેવનગરમાં રહેતી મહિલા બુટલેગર પ્રજ્ઞા મિસ્ત્રીને હાલમાં જ પોલીસે દારૂ સાથે ઝડપી હતી
બુટલેગર માતા પકડાતાં બુટલેગર પુત્ર ધ્રુવ સમસમી ઊઠ્યો હતો. અને પોલીસ ઉપર પોતાની દાઝ કાઢવા ચાલુ કારમાં પોલીસને ગાળો ભાંડતો વિડીયો બનાવ્યો હતો. ભાન ભૂલેલા આ બુટલેગરની સાન ઠેકાણે લાવવા સી ડિવિઝન પી.આઈ. ઉનડકટ અને સ્ટાફે વોન્ટેડ ધ્રુવને રાઉન્ડ અપ કરી લીધો હતો. પોલીસ સ્ટેશનમાં લાવતાં જ આ બુટલેગર નવાબી ઠાઠમાંથી સીધો ફકીરી અવસ્થામાં જોવા મળ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ઘૂંટણીયે પડી ધ્રુવ પટેલે વારંવાર હાથ જોડી રડતાં રડતાં પોલીસની માફી માંગી હતી. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. બીજી વાર વિડીયો નહીં બનાવુંની અનેક વખત વિનવણી કરતાં પોલીસે તેને આખરે માફી આપી હતી. સાથે જ બે ગુનામાં વોન્ટેડ બદલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ટાંકલ-સણવલ્લા રોડ પર સરૈયા ગામ પાસેથી 8.83 લાખના વિદેશી દારૂ ભરેલા ડમ્પર સાથે એક ઝડપાયો
નવસારી : ટાંકલ-સણવલ્લા રોડ પર સરૈયા ગામ પટેલ ફળિયા ઇમરાન ચીકન સેન્ટર સામેથી એક હાઈવા ડમ્પર (નં. જીજે-21-સીઝેડ-4716)ને નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 8,83,200 રૂપિયાની વિદેશી દારૂની 5484 નંગ બાટલીઓ મળી આવતા બિહાર જમુઈ જીલ્લાના બિશનપુર પનભરવા ગામે અને હાલ દમણ ભીમપોર રહેતા સુબોધ હરીભાઈ યાદવને ઝડપી પાડ્યો હતો. પોલીસે સુબોધની પૂછપરછ કરતા દમણના ભીમપોર ખાતે રહેતા જયેશે દારૂ ભરાવી આપ્યો હોવાનું કબુલતા પોલીસે જયેશને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 25 લાખનો ડમ્પર, 10 હજાર રૂપિયાનો મોબાઈલ અને 500 રૂપિયા રોકડા મળી કુલ્લે 33,93,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.