મુંબઈ: બાંદ્રા (Bandra) વેસ્ટમાં શાહરૂખ ખાનનાં (Shah Rukh Khan) મન્નત બંગલા (Mannat Bungalow) પાસે બેન્ડસ્ટેન્ડ રોડ (Road) પર જીવેશ બિલ્ડિંગમાં સોમવારે રાત્રે આગ (Fire) ફાટી નીકળી હતી. ફાયર અધિકારીઓએ જણાકારી આપતાં કહ્યું હતું કે આગ લગભગ 7:45 કલાકે લાગી હતી. મળતી માહિતી મુજબ ફાયર વિભાગની 8 ગાડીઓ ધટના સ્થળે પહોંચી ગઈ હતી.
આગ બહુમાળી ઇમારતના 14મા માળેથી ફાટી નીકળી હતી. આ ઈમારત ગ્રાઉન્ડ ફલોર તેમજ તેની જોડે કુલ 21 માળની છે. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે તેમજ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ એક ફ્લેટના એર કન્ડીશનીંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી. હજું સુધી કોઈને જાનહાનિ થઈ હોવાની માહિતી મળી આવી નથી. ચીફ ફાયર ઓફિસર હેમંત પરબે જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ઈમારતના ટોપ ફલોર ઉપરથી તમામને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. ફાયર ફાઇટરો જે ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી ત્યાં આગ ઓલવવા માટેની કામગીરી કરી રહ્યાં છે જો કે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તેવી પણ જાણકારી મળી આવી છે.
મળતી માહિતી મુજબ પોલીસ કર્મચારીઓ, એમ્બ્યુલન્સ અને BMC ના વોર્ડ સ્ટાફ સાથે આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે રવાના થયા હતા. જીવેશ બિલ્ડિંગ મન્નત બંગલા પાસે છે કે જયાં અભિનેતા શાહરૂખ ખાનનું ઘર છે. આ ઉપરાંત આ વિસ્તારમાં બીજા અનેક સુપરસ્ટારના બંગલાઓ આવેલાં છે. મુંબઈનો બાંદ્રાનો વેસ્ટ ભાગ પોશ ગણાય છે.