નવસારી : સુરતમાં દીકરીના (Doughter) લગ્નની (Marriage) ખરીદી (Shopping) કરી પરત ફરતાં પરિવારને (Family) કસ્બા-ધોળાપીપળા રોડ (Road) પર કાળ ભેટ્યો હતો. કન્ટેનર અને ઇકો કાર (Car) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થતા કન્ટેનર ઇકો કાર ઉપર પડતા કારનો કચ્ચરઘાણ થયો હતો. જેના કારણે ઇકો કારમાં સવાર 5 લોકોના મોત (Death) નીપજ્યા હતા.
- સુરતમાં દીકરીના લગ્નની ખરીદી કરવા ગયેલા સમરોલીના પરિવારને કસ્બા-ધોળાપીપળા રોડ પર કાળ ભેટી ગયો
- કન્ટેનર સાથે ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ઇકો કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા
મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના સમરોલી ગામે રહેતા પ્રફુલભાઈ લલ્લુભાઈ પટેલ, મીનાક્ષીબેન પ્રફુલભાઇ પટેલ, શિવ પ્રફુલભાઇ પટેલ, રોનક કાન્તીભાઈ પટેલ અને મનીષાબેન મુકેશ પટેલ આજે તેમની ઇકો કાર (નં. જીજે-21-સીએ-4233) લઈને સુરત લગ્નની ખરીદી કરવા ગયા હતા. દરમિયાન ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે કસ્બા-ધોળાપીપળા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન એક કન્ટેનર સાથે ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કન્ટેનર ઇકો કાર ઉપર પડી જતા ઇકો કારનો ક્ચ્ચરઘાણ થયો હતો. જેથી ઇકો કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ઇકો કારમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યારે પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ટોલ ટેક્ષ બચાવવા માટે મોટા વાહનોનો આંતરિક રસ્તાઓનો ઉપયોગ જોખમી
નવસારી : મોટા વાહનોના ચાલકો ગામડાઓમાંથી પસાર થતા આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરતા હોય છે. આ આંતરિક રસ્તાઓ પરથી નાના વાહનો અને કાર પસાર થાય છે. ત્યારે મોટા કન્ટેનર કે ટ્રક અડફેટે અકસ્માતો સર્જાતા હોય છે. મોટા વાહનના ચાલકો માત્ર ટોલટેક્ષ બચાવવા માટે આંતરિક ગામડાઓના રસ્તાનો ઉપયોગ કરે છે. અને અકસ્માતનું કારણ બને છે. આ મુદ્દો અગાઉ પણ ઉભો થયો હતો. પરંતુ સરકારે કોઈ ધ્યાન નહીં આપતા મોટા વાહનો ટોલ ટેક્ષ બચાવવા માટે ગામડાઓના આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરે છે.