National

કેન્દ્ર પર મમતાનો પલટવાર: કહ્યું- પહેલા બાકી નાણાં ચૂકવો પછી પેટ્રોલ પર સબસીડી આપીશ

કોલકાતા: પેટ્રોલ(Petrol) અને ડીઝલ(Diesel)ના ભાવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી(CM) મમતા બેનર્જી(Mamata Banerjee)એ બુધવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમની સરકારે(Government)છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રણમાં રાખવા માટે 1,500 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા વિપક્ષી રાજ્યોને પેટ્રોલ અને ડીઝલમાંથી વેટ ઘટાડવાની અપીલ કરી હતી, જેથી જનતાને મોંઘવારીથી થોડી રાહત મળી શકે. જેની સામે પલટવાર કરતા મમતાએ કહ્યું કે, પીએમ મોદીનું નિવેદન ભ્રામક છે મમતા બેનર્જીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદીનું નિવેદન એકતરફી અને ભ્રામક હતું. તેના દ્વારા શેર કરવામાં આવેલા તથ્યો ખોટા છે. અમે છેલ્લા ત્રણ વર્ષથી પેટ્રોલ અને ડીઝલ પર સબસિડી આપી રહ્યા છીએ. આ માટે અમે છેલ્લા ત્રણ વર્ષમાં 1500 કરોડનો ખર્ચ કર્યો છે.

સરકારના લેણાં ક્લિયર થતાં નથી, હું મારી સરકાર કેવી રીતે ચલાવીશ?: મમતા
મમતા બેનર્જીએ કહ્યું, પીએમ મોદી રાજ્યોને પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાનું કહી રહ્યા છે. અમે કેન્દ્રને રૂ. 97,000 કરોડ દેવાના છીએ. જો સરકાર તેનો અડધો ભાગ પણ ચૂકવે તો અમે ટેક્સ ઘટાડીશું. મમતાએ કહ્યું કે, સરકારના લેણાં ક્લિયર થતાં જ અમે પેટ્રોલ અને ડીઝલ પર 3000 કરોડ રૂપિયાની સબસિડી આપીશું. મને સબસિડી આપવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ હું મારી સરકાર કેવી રીતે ચલાવીશ?

TMCનું ટ્વીટ: નરેન્દ્ર મોદી અમે જોઈએ છીએ કે તમે શું કરી શકો
ટીએમસીએ ટ્વિટ કરીને કહ્યું કે, અમારું વચન છે કે જો કેન્દ્ર સરકાર અમારા તમામ જૂના લેણાં કાઢી નાખશે, તો અમે આગામી 5 વર્ષ સુધી પેટ્રોલ અને ડીઝલ પરથી તમામ ટેક્સ હટાવી દઈશું. તેમણે કહ્યું કે, અમારે કેન્દ્રના 97,807.91 કરોડ રૂપિયા દેવાના છે. નરેન્દ્ર મોદી અમે જોઈએ છીએ કે તમે શું કરી શકો.

મોદી સરકારે 9 વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી ૧૮ કરોડની કમાણી કરી : મમતા
મમતા બેનર્જીએ કહ્યું કે, બેઠક દરમિયાન પીએમ મોદીને જવાબ આપવાનો કોઈ અવકાશ નહોતો. તેથી તેઓ તેના નિવેદનનો જવાબ આપી શકી ન હતી. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે મોદી સરકારે 2014થી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલમાંથી 17,31,242 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મમતાએ કહ્યું, પરંતુ હવે તમે (પીએમ મોદી) ટેક્સ ઘટાડવા માટે રાજ્યો પર આરોપ લગાવી રહ્યા છો. હવે આ વિશે લોકોને કેમ જણાવતા નથી? બીજી તરફ ભાજપે મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સરકાર પહેલા જણાવે કે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ કેમ ઓછો કરવામાં આવ્યો નથી.

Most Popular

To Top