પારડી: પારડી (Pardi) કોલેજ (Collage) રોડ પાસે આવેલી શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં (Appartment) રહેતી નર્સે શનિવારે (Saturday) સવારે છ વાગ્યે ‘અગાસી ઉપર ચાલવા જાઉ છું’ કહી ફ્લેટમાંથી (Flat) અગાસી પર જઈ નીચે ઝંપલાવી આપઘાત (Suiside) કરી લીધો હતો.
- મહિલાએ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી
- પારડીની એક હોસ્પિટલમાં છેલ્લા 18 વર્ષથી નર્સ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતાં
- પેપર આપવા આવતા એક ફેરિયાએ મહિલાને લોહીલુહાણ હાલતમાં પડેલી જોતા તેણે બૂમ પાડી
પારડી કોલેજ રોડ પાસે આવેલ શાંતિકુંજ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા અને પારડીની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા પ્રેમીલાબેન મનિષકુમાર ખ્રિસ્તી શનિવારના સવારે તેમના પતિ મનિષ ખ્રિસ્તીને અગાસી ઉપર ચાલવા જાઉ છું, તેમ કહી ટેરેસ પર ગયા હતા. થોડા જ સમયમાં બિલ્ડીંગના ટેરેસ ઉપરથી પ્રેમીલાબેનએ ઝંપલાવી આપઘાત કર્યો હતો. સવારે પેપર આપવા આવતા એક ફેરિયાએ મહિલાને લોહીલુહાણ હાલતમાં પડેલી જોતા તેણે બૂમ પાડી દીધી હતી. તાત્કાલિક એપાર્મેન્ટના રહીશોએ ઘટના સ્થળે દોડી આવી 108 એમ્બ્યુલન્સમાં પ્રેમીલાબેનને પારડી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રેમિકાબેને ક્યાં કારણસર આ પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી. ઘટના અંગે મૃતકના પતિ મનિષકુમાર મેકવાન ખ્રિસ્તીએ પારડી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. મૃતક પારડીની એક હોસ્પિટલમાં છેલ્લા 18 વર્ષથી નર્સ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી હોવાનું હોસ્પિટલના તબીબ અને સ્ટાફએ જણાવ્યું હતું.
ગણદેવી-ઇટાળવા રોડ પર અડદા ગામ પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતાં તરૂણનું મોત
નવસારી : બીલીમોરા આંતલિયા જી.આઈ.ડી.સી.માં જશભાઈ હિતેશભાઈ નાયકા તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 21મીએ જશ હિતેશભાઈની બાઈક (નં. જીજે-21-જે-3646) ઉપર બેસી ક્યાંક જઈ રહ્યા હતા. દરમિયાન ગણદેવી-ઇટાળવા રોડ પર અડદા ગામ ડાભર પાટિયા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા અજાણ્યા ટ્રક ચાલકે હિતેશભાઈની બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે હિતેશભાઈને ઈજા થઇ હતી. પરંતુ જશને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ડોકટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે જીતુભાઈ નાયકાએ અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એન.બી. સોલંકીએ હાથ ધરી છે.