SURAT

સુરત કમિશનર અજય બન્યા ‘સિંઘમ’: એવા બતાવ્યા તેવર કે ગુનેગારો ધ્રુજી ઉઠ્યા

સુરત: સુરત (Surat)શહેરના બાહોશ પોલીસ કમિશનર(Police Commissioner) અજયકુમાર તોમરે છેલ્લા એક મહિનાથી વોન્ટેડ આરોપી(Wanted accused)ઓને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ(Special Drive) ચલાવી હતી. તેમના માર્ગદર્શનમાં શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનની ટીમોએ 30, ક્રાઈમ બ્રાંચે 35 અને એસઓજીની ટીમે 10 મળી કુલ 75 આરોપીને ઝડપી પાડી જેલમાં પૂર્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઘણા આરોપી એક દશકથી પણ પોલીસની નજર ચૂકવી ફરાર હતા.

  • પોલીસ કમિશનર અજય તોમરની સ્પેશિયલ ડ્રાઈવ: એક મહિનામાં 75 વોન્ટેડ આરોપી જેલમાં પુરાયા
  • ક્રાઈમ બ્રાંચે 35, એસઓજીએ 10 અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમે 30 આરોપીને ઝડપી પાડ્યા

પોલીસ કમિશનર અજયકુમાર તોમરનું વિઝન પહેલાથી જ સ્પષ્ટ છે. શહેરમાં કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. અત્યારે પોલીસ કમિશનર તોમરની ટીમ સર્વાધિક કેસોનું ડિટેક્શન કરી રહી છે. અનેક મોટા ગુના ઉકેલાયા છે. બચેલા કેટલાક જૂના કેસમાં વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમના દ્વારા ઓપરેશન ક્લીન શરૂ કરાયું હતું. આ પહેલાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેરમાં ઘણી મોટી ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી તેમનો સફાયો બોલાવી દીધો હતો.

એક મહિનાથી ચાલી રહ્યું છે અભિયાન
છેલ્લા એક મહિનાથી કમિશનરે વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાનું અભિયાન શરૂ કરાવ્યું હતું. પોલીસના આ અભિયાનમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અને વર્ષોથી ફરાર હોય તેવા 75 આરોપીને ઝડપી પડાયા હતા. જેમાં સ્થાનિક પોલીસની ટીમોએ 30, ક્રાઈમ બ્રાંચે 35 અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 10 આરોપીને ઝડપી પાડ્યા હતા.

કયા ગુનાના કેટલા આરોપી ઝડપાયા
હત્યાના ગુનામાં ફરાર 7, હત્યાની કોશિશના ગુનામાં 3, લૂંટના 1, ખંડણીમાં 2, આર્મ્સ એક્ટમાં 1, ગુજસીટોકમાં 2, એનડીપીએસના 2, અપહરણમાં 1, બળાત્કારમાં 1, એસિડ એટેકમાં 1, ચોરીમાં 13, છેતરપિંડીમાં 10, મારામારીમાં 7, જુગારમાં 2, શારીરિક-માનસિક ત્રાસમાં 4, પ્રોહિ. એક્ટમાં 15 અને અન્ય 3 મળી કુલ 75 આરોપી ઝડપાયા છે.

Most Popular

To Top