ક્રાઇસ્ટચર્ચ : આઇસીસી (ICC) મહિલા વન ડે વર્લ્ડકપની (One Day Worldcup) ફાઇનલમાં (Final) આજે રવિવારે (Sunday) ઓસ્ટ્રેલિયાની એલિસા હિલીએ 138 બોલમાં 170 રનની ઇનિંગ રમી તેની સાથે જ તે આઇસીસીના પુરૂષ કે મહિલા કોઇપણ વન ડે વર્લ્ડકપની ફાઇનલમાં સર્વોચ્ચ સ્કોર કરનારી ખેલાડી (Palyer) બની હતી. હિલીએ ઓસ્ટ્રેલિયાના જ પુરૂષ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો હતો. ગિલક્રિસ્ટે 2007ના વર્લ્ડકપની શ્રીલંકા સામે રમાયેલી ફાઇનલમાં 149 રનની ઇનિંગ રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટીંગે 2003ના વર્લ્ડકપની ફાઇનલમાં ભારતની સામે 140 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી, જ્યારે 1879ના વર્લ્ડકપની ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં વેસ્ટઇન્ડિઝના વિવિયન રિચાર્ડસે 138 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી.
મહિલા વર્લ્ડકપમાં 500થી વધુ રન બનાવનારી એલિસા હિલી બની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ
ન્યૂઝીલેન્ડમાં રમાયેલા મહિલા વન ડે વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટર એલિસા હિલીએ ફાઇનલમાં 170 રનની જોરદાર ઇનિંગ રમી તેની સાથે જ આ વર્લ્ડકપમાં તેણે કુલ મળીને 9 ઇનિંગમાંબે અર્ધસદી અને બે સદીની મદદથી 509 રન બનાવ્યા હતા. હિલીએ આ ઉપરાંત સ્ટમ્પની પાછળ ચાર કેચ અને ચાર સ્ટમ્પીંગ પણ કર્યા હતા અને 170 રનની ઇનિંગ રમવા બદલ તે પ્લેયર ઓફ ધ મેચ અને વર્લ્ડકપમાં 509 રન કરવા માટે તેને પ્લેયર ઓફ ધ સીરિઝ પણ જાહેર કરવામાં આવી હતી.
હિલીની વિક્રમી ઇનિંગથી ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી 7મીવાર મહિલા વર્લ્ડકપ જીત્યો
ક્રાઇસ્ટચર્ચ : મહિલા વન ડે વર્લ્ડકપની રવિવારે રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ એલિસા હિલીની આક્રમક વિક્રમી સદીની મદદથી ઇંગ્લેન્ડને 71 રને હરાવીને સાતમીવાર મહિલા વન ડે વર્લ્ડકપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાએ હિલીની 170 રનની ઇનિંગની મદદથી પાંચ વિકેટના ભોગે 356 રનનો વિશાળ સ્કોર બનાવીને મુકેલા 357 રનના લક્ષ્યાંકા સામે ઇંગ્લેન્ડ 43.4 ઓવરમાં 285 રને ઓલઆઉટ થયું હતું. એલિસા હિલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
વિશાળ લક્ષ્યાંકને આંબવા માટે મેદાને પડેલી ન્યૂઝીલેન્ડની ટીમ વતી નેટ સ્કીવરે પણ આક્રમક ઇનિંગ રમીને 121 બોલમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 148 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. જો કે તેને સામે છેડેથી યોગ્ય સાથ મળ્યો નહોતો અને તેના પરિણામે ઇંગ્લેન્ડની ટીમ પુરી 50 ઓવર પર રમી શકી નહોતી. ઓસ્ટ્રેલિયા વતી અલાના કિંગ અને જેસ જોનાસને 3-3 જ્યારે મેગન શટે 2 વિકેટ ખેરવી હતી.
આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને એલિસા હિલી અને રાચેલ હેન્સે મળીને 160 રનની ઓપનીંગ ભાગીદારીથી મજબૂત શરૂઆત અપાવી હતી. હેન્સ 93 બોલમાં 68 રન કરીને આઉટ થઇ હતી. હિલીએ 138 બોલમાં 36 ચોગ્ગાની મદદથી 170 રનની વિક્રમી ઇનિંગ રમી હતી, જ્યારે બેથ મૂનીએ 46 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા આ પહેલા 1978, 1982, 1988, 1997, 2005 અને 2013માં ટાઇટલ જીત્યું હતું.