Dakshin Gujarat Main

ભરૂચમાં લાલબજારની ખાડીમાં રિક્ષા ખાબકી

ભરૂચ : ભરૂચના (Bharuch) જુના બજારમાં લાલબજાર ખાડી પાસે સાંકળો રસ્તો (Road) હોવાને કારણે વાહનચાલકોને સતત જોખમ (Risk) વર્તાઈ રહ્યું છે. ખાડીને બંધ (Close) નહીં કરતાં અકસ્માતો (Accident) સર્જાય છે. મળતી માહિતી મુજબ આ ખાડી પાસેના રસ્તા પર રિક્ષા (Auto) જતી હતી જે ખાડીમાં ખાબકી હતી. સદનસીબે રીક્ષા ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકો અને ફાયર બ્રિગેડે દોડી આવી મહામહેનતે રિક્ષાને ખાડીમાંથી બહાર કાઢી હતી.

ભરૂચમાં ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી: દંપતી ગુંગળાયું
ભરૂચ: ભરૂચના (Bharuch) બંબાખાના વિસ્તારના લલ્લુ ફળિયામાં ઘરમાં શનિવારે (Saturday) રાત્રે એકાએક ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ (Fire) ભભૂકી ઉઠી હતી, ઘરમાં ગેસ અને ધૂમાડો ફેલાતાં દંપતી ગૂંગળાઈ ગયું હતું, પત્ની દાઝી ગઈ હતી. જેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. આગમાં ઘર વખરી બળીને રાખ થઈ ગઈ હતી. આગ જોતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

  • ભરૂચના બંબાખાના વિસ્તારના લલ્લુ ફળિયામાં રાત્રે આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ
  • ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો
  • ઘટનાના પગલે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ
  • આગ જોતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા
  • ઘરમાં ગેસ અને ધૂમાડો ફેલાતાં દંપતી ગૂંગળાઈ ગયું હતું, પત્ની દાઝી ગઈ

ભરૂચના પશ્ચિમ વિસ્તારના બંબાખાનામાં આવેલ લલ્લુ ફળિયામાં રહેતા બલદેવભાઈ વસાવા અને પત્ની શીતલબેન વસાવા પોતાના ઘરમાં હતા. તે દરમ્યાન રાત્રીના સમયે એકાએક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં તેઓને ગૂંગળામણ થવા લાગી હતી. આ દરિમયાન જોતજોતામાં આગ ભભૂકી ઉઠી હતી. જેનાથી બંનેએ ગભરાઈ બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ મદદે આવી તાત્કાલિક નગરપાલિકા ફાયર વિભાગ તથા 108ને કોલ કરી બલદેવભાઈ તથા શીતલબેનને હેમખેમ બહાર કાઢ્યા હતા.ગેસ લિકેજમાં થયેલા ભડકાના પગલે શીતલ વસાવા દાઝી ગયા હતા, જ્યારે બલદેવ વસાવાને નાની મોટી ઇજાઓ થઈ હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો તથા સ્થાનિકોએ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલસ મારફ્તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાના પગલે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો.

Most Popular

To Top