Business

કરોડોનાં દારૂનો આ રીતે કર્યો નાશ, જાણીને તમે પણ ચોંકી જશો

ઓલપાડ ટાઉન: ઓલપાડ (Olpad) અને કીમ પોલીસ મથકના (Police Station) કાર્યક્ષેત્રમાંથી છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ઝડપાયેલી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની (Alcohol) બોટલો (Bottle) ઉપર ઓલપાડ પોલીસે ઓલપાડ-હાથીસા ગામ નજીકની ખુલ્લી જગ્યામાં રૂ.2,18,17,038ના દારૂની બોટલો ઉપર રોલર ફેરવી જથ્થો નાશ કર્યો હતો. ઓલપાડ પોલીસે સને-2018થી સને-2021ના સમયગાળા દરમિયાન પાસ પરમિટ વિનાના વિદેશી દારૂ બિયરની હેરાફેરી કરતાં અનેક પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા. આ ગુનામાં વિદેશી દારૂના જથ્થાના દારૂ બિયરની નાની મોટી કુલ નંગ–115292 બોટલ, જેની કિંમત રૂ.1,97,76,930 ઝડપ્યો હતો.

  • પોલીસે દારૂની બોટલો ઉપર રોલર ફેરવી જથ્થો નાશ કર્યો
  • પાસ પરમિટ વિનાના વિદેશી દારૂ – બિયરની હેરાફેરી કરતાં વિવિધ ગુના નોંધાયા

જ્યારે કીમ પોલીસે સને-2018થી 2021ના સમયગાળા દરમિયાન પાસ પરમિટ વિનાના વિદેશી દારૂ બિયરની હેરાફેરી કરતાં વિવિધ ગુના નોંધાયા હતા. આ ગુનામાં વિદેશી દારૂના જથ્થાના દારૂ બિયરની નાની-મોટી કુલ નંગ-17520 બોટલ, જેની કિંમત રૂ.20,40,108 ઝડપ્યો હતો. ઝડપાયેલા વિદેશી દારૂની બોટલો પોલીસે ગોડાઉનમાં જમા રાખ્યા બાદ નિયમો અનુસાર બંને પોલીસ સ્ટેશન મળી કુલ 1,32,812નો વિદેશી દારૂ બિયરના જથ્થો જેની કુલ 2,18,17,038ની કિંમતનો દારૂ ઓલપાડ–હાથીસા રોડ નજીક ખુલ્લી જગ્યામાં ઠાલવી બોટલો ઉપર રોલર ફેરવી દીધું હતું.

પારનેરા હાઈવે પરથી રૂ.1.50 લાખનો દારૂ ઝડપાયો, વાપીનો શાહરૂખ વોન્ટેડ
વલસાડ: દમણથી નવસારી તરફ કારમાંમાં દારૂ લઇ જવાના હોય જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે પારનેરા પારડી સુગર ફેક્ટરી સામે નેહાનં. 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી પાયલોટિંગ કરી રહેલી કાર હુડાઈ આઇ 20 આવતા પોલીસે નાકાબંધી કરી દેતા કાર ફસાઈ ગઈ હતી. એમાંથી બે ઈસમની ધરપકડ કરી હતી. તેની પાછળ આવતી દારૂ ભરેલી કારનો ચાલક પોલીસને જોઈને કાર મુકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા રૂ ૧.૫૦ લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ ૫૫૨ મળી આવી હતી. પોલીસે દારૂ ભરેલી કારની પાઈલોટીંગ કરતા કારચાલક નવસારી વેજલપોરના ધાર્મિક જનક જોશી, સુનિલ ગીરી શૈલેષગીરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે બે કાર મળીને કુલ રૂ.૧૧.૬૦ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારમાં વાપીના શાહરૂખે દારૂ ભરી આપ્યો હતો. પોલીસે એને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top