Dakshin Gujarat

કરણ નજીક લક્ઝરી બસ સાથે બાઇકસવાર મામા-ભાણેજને અકસ્માત, ભાણેજનું મોત

પલસાણા: પલસાણાના (Palsana) કરણની સીમમાં ને.હા-48 ઉપર એક લક્ઝરી બસના (Bus) ચાલકે બાઇકને (Bike) અડફેટે લીધી હતી. ડિંડોલી ખાતે રહેતા મામા-ભાણેજ જોળવા મિલમાં બોઈલર રિપેરિંગ કરી બાઇક ઉપર ઘરે જઇ રહ્યા હતા. એ સમયે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં મામા-ભાણેજ પૈકી ભાણેજનું ઘટના સ્થળે જ મોત (Drath) નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ડિંડોલી પ્રિયંકા ન્યૂ સિટી બસ સ્ટેન્ડ પાસે રહેતા રામસેવક શામુ ચૌહાણ (ઉં.વ.53) છૂટકમાં બોઈલર રિપેરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ ભાણેજ રામઆશ્રય શ્યામસુંદર ચૌહાણ (ઉં.વ.35) સાથે મો.સા. નં.(જીજે-05-એફ.એચ-4081) લઈ જોળવા ખાતે ધનુર્ધર મિલમાં બોઈલર રિપેર કરવા માટે આવ્યા હતા. અને સાંજે 7 વાગ્યાની આસપાસ બાઇક લઈ તેઓ પરત ઘરે જવા નીકળ્યા હતા. એ સમયે કરણ ગામની સીમમાં ને.હા.48 ઉપર કરણ પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે પૂરઝડપે હંકારી આવેલી એક લક્ઝરી બસ નં.(એ.આર-01-પી-0826)ના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતાં બાઇકસવાર બંને વ્યક્તિ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં રામઆશ્રય ચૌહાણને ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રામસેવકને શરીરે વધતી-ઓછી ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે રામસેવકે પલસાણા પોલીસે સ્ટેશનમાં બસચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઓંજલ-માછીવાડ ખેંચ આવતા આધેડનું અને સુપા ગામે વૃદ્ધનું મોત
નવસારી : જલાલપોર તાલુકાના ઓંજલ-માછીવાડ ગામે રામજી મંદિર ફળીયામાં જયેશભાઈ રમણભાઈ ટંડેલ (ઉ. વ. 40) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 24મીએ જયેશભાઈને તેમના ઘરે અચાનક ખેંચ આવી હતી. તેમની તબિયત વધુ બગડતા પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સુપા ગામે ઇન્દિરા આવાસ ફળીયામાં પરિવાર સાથે રહેતા સોમભાઈ ભીમભાઈ હળપતિ (ઉ. વ. 60) ખેત મજુરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગત 25મીએ સોમભાઈ બળવંતભાઈ નાયકના ખેતરમાં ખેત મજુરી કામ કરી રહ્યા હતા. દરમિયાન સોમભાઈને ખેંચ આવતા બેભાન થઇ ગયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સોમભાઈનું મોત નીપજ્યું હતું.

Most Popular

To Top