Dakshin Gujarat Main

ઓલપાડમાં પુત્રીને ભગાડી પ્રેમલગ્ન કરનારા યુવાનના પરિવાર ઉપર હુમલો

ઓલપાડ: ઓલપાડના (Olpad) દિહેણ ગામના કોળી પટેલ સમાજનાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ (Affair) હોવાથી બંને પ્રેમલગ્ન (Marriage) કરીને ભાગી જવાની બનેલી ઘટનામાં તેણીના પરિવારના (Family) સભ્યોએ યુવકનાં માતા-પિતા અને ભાઈ ઉપર હુમલો (Attack) કર્યો હતો, જેમાં ત્રણેય લોહીલુહાણ થતાં સારવાર માટે ખસેડાયા હતા. બંને પક્ષે સામસામી ફરિયાદ (Complaint) નોંધાવાતાં ઓલપાડ પોલીસે (Police) ઘટનાની વધું તપાસ હાથ ધરી છે.

ઓલપાડના દિહેણ ગામના મોટા ફળિયામાં રહેતા આકાશ નગીન પટેલ છેલ્લાં ચાર વર્ષથી ગુજરાત ગેસ કંપનીમાં નોકરી કરે છે. તેમના ૨૬ વર્ષીય મોટા ભાઈ હાર્દિકને ગામના દિલીપ રતનજી પટેલની પુત્રી હિરલ સાથે પ્રેમસંબંધ હોવાથી ચાર મહિના પહેલાં કોર્ટ મેરેજ કરી લીધા હતા. તા.૨૩/૨/૨૦૨૨ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યે હાર્દિકે આકાશને ફોન કરી જણાવ્યું હતું કે, હું જાઉં છું. તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. ત્યાર બાદ સાંજે છ વાગ્યાના અરસામાં તેણીના પિતા દિલીપભાઈ તથા ઉમેશભાઈએ ધારિયું અને લાકડાના ફટકા લઈ આકાશના ઘરમાં ઘૂસી હાર્દિક ક્યાં છે? તેમ કહી બંને આકાશને ધારિયું અને લાકડાના ફટકા વડે મારવા લાગતાં આકાશે બૂમાબૂમ કરી હતી. આથી આકાશની માતા રશ્મિબેને આવી પુત્રને છોડાવવા જતાં બંનેએ રશ્મિબેનને પણ ધારિયું અને લાકડાના ફટકા મારી લોહીલુહાણ કરી દીધા હતા.

આકાશે ફોન કરી પિતા નગીનભાઈને જણાવતાં નગીનભાઈ ઘરે આવતા હતા. એ દરમિયાન દિલીપભાઈ, ઉમેશભાઈ તથા અમિત ખુશાલ પટેલે ફળિયાના વળાંકમાં ઊભા રાખી નગીનભાઈને પણ ત્રણેયે માર માર્યો હતો. ત્યારે આકાશ અને ગામલોકો એકત્રિત થઇ જતાં દિલીપભાઈ સહિત ત્રણ જણાએ છોકરીને ભગાડી જવા મુદ્દે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ગ્રામજનો યુવકનાં માતા-પિતા અને ભાઈને લોહીલુહાણ હાલતમાં સુરતની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં. તા.૨૪/૨/૨૦૨૨ના રોજ આકાશે દિલીપ રતનજી પટેલ, ઉમેશ રતનજી પટેલ તથા અમિત ખુશાલ પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે દિહેણના ઉમેશ પટેલે પણ આકાશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top