World

ઘરમાં ઝગડો થતાં મહિલા ઘરના છાપરા પર ચડી ગઈ પણ ચિમનીમાં ફસાઈ ગઈ

અમેરિકાના (America) કેલિફોર્નયાના (California) સાન ડિયેગોમાં એક ઘરમાં (Home) કંઇક કૌટુંબિક લડાઇ (Family fight) થયા બાદ આ કુટુંબની એક મહિલા (Women) ઘરની બહાર નીકળી ગઇ હતી અને કોઇકે ઘરનું બારણું અંદરથી બંધ કરી દીધા પછી તે ઘરના છાપરા પર ચડી ગઇ હતી અને ત્યાંથી તેણે છાપરા પરની વસ્તુઓ વગેરે રસ્તા પર ફેંકવા માંડ્યા હતા. ત્યારબાદ આ ૩૧ વર્ષીય મહિલાએ ઘરના રસોડાનો ધુમાડો નીકળવાની ચિમનીમાં રહીને ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પણ તે ચિમનીમાં જ ફસાઇ ગઇ હતી.

  • તેણીનું માથું જમીનથી લગભગ છ ફૂટ ઉંચુ હતું અને તે ચીમનીની ટોચથી લગભગ 10 ફૂટ દૂર હતી
  • એક કલાક સુધી મહિલા ચિમનીમાં ફસાયેલી રહી
  • મહિલાને માનસિક સારવાર પણ અપાઇ હતી એવું જાણવા મળ્યું છે

તેણીનું માથું જમીનથી લગભગ છ ફૂટ ઉંચુ હતું અને તે ચીમનીની ટોચથી લગભગ 10 ફૂટ દૂર હતી. લગભગ એક કલાક સુધી તે ચિમનીમાં ફસાયેલી રહી હતી. બાદમાં પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર ધસી આવ્યા હતા. ફાયર બ્રિગેડ વાળાઓએ ભારે જહેમત ઉઠાવીને આ મહિલાને ચિમનીમાંથી ઉંચકીને બહાર કાઢી હતી અને તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ સમયનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. આ મહિલાને કેટલી ઇજા થઇ હતી તે જાણવા મળ્યું નથી. તેને માનસિક સારવાર પણ અપાઇ હતી એવું જાણવા મળ્યું છે.

Most Popular

To Top