World

આ કારણે અમેરિકા અને રશિયા આવ્યું સામ-સામે, શું છે આ પાછળનો અમેરિકાનો આર્થિક લાભ

રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલો વિવાદ (Russia and Ukraine dispute) હવે યુદ્ધ (war)સુધી પહોચી ગયો છે. રશિયાએ યુક્રેનના ભાગોને અલગ દેશ તરીકે માન્યતા આપી છે. જેના કારણે વિવાદ વધુ વકર્યો છે. આ મામલા પછી અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. જાપાન અને બ્રિટન જેવા અમેરિકાના સહયોગી દેશો પણ રશિયા સામે પગલાં ભરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે અહી લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે કેમ વિશ્વની આ બે મહાસત્તા સામ-સામે આવી ગઈ છે ? આ પાછળ શું છે કારણ ?

  • વિવાદમાં તેલ-ગેસ પાઇપલાઇનની મોટી ભૂમિકા
  • યુક્રેન દુર્લભ પૃથ્વી ખનિજોનો ભંડાર
  • યુક્રેનમાંથી પસાર થાય છે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની મોટી પાઇપલાઇન
  • યુક્રેનથી અમેરીકાને કોઈ સીધો આર્થિક લાભ નહી

રશિયા અને યુકેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ સંકટને વધુ ઘેરું કરી દીધું છે. પૂર્વી યુક્રેનમાં ડોનેત્સ્ક (Donetsk)અને લુગાન્સ્કને (luhansk) અલગ દેશો તરીકે માન્યતા આપતા ફરી વિવાદ વધુ વકર્યો છે. હવે તો યુદ્ધ થવાનું નિશ્ચિત થઇ ગયું છે. કહેવાય છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરંતુ દુનિયામાં દરેક પરિવર્તન પાછળ આર્થિક કારણો પણ હોય છે. ત્યારે આ વિવાદમાં એવું તો કયું આર્થિક કારણ છે જેણે લઈને રશિયા અને અમેરિકા આમને – સામને આવી ગયા છે અને અમેરિકા યુક્રેનનો સપોર્ટ કરી રહ્યું છે.

આ મુદાને આર્થિક રીતે જોઈએ તો કાચું તેલ હજુ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરે છે. કેસ્પિયન સમુદ્રનો વિશાળ તેલ ભંડાર અને યુરોપની સપ્લાય પાઇપલાઇન આ બંને બાબતમાં યુક્રેન મહત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકા કોઈપણ રીતે તેલ બજારને કાબુમાં રાખવા માંગે છે. રશિયાની અર્થવ્યવસ્થામાં ક્રૂડ ઓઈલ સૌથી વધુ ફાળો આપે છે. જો અમેરિકા તેના પર સંપૂર્ણ કાબુ ધરાવે તો તે રશિયાને સરળતાથી કાબુમાં કરી શકે છે. હાલમાં રશિયાના ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ ખરીદનારાઓમાં યુરોપિયન દેશો મોખરે છે. તેમને સપ્લાય કરતી લગભગ તમામ મોટી પાઇપલાઇન યુક્રેનમાંથી પસાર થાય છે. જો યુક્રેન અમેરિકા સાથે રહેશે તો આ પાઈપલાઈન પણ અમેરિકાના કાબુમાં આવી જશે.

અમેરિકાને સીધો આર્થિક લાભ નહી
એક્સપોર્ટનું માનવું છે કે યુક્રેન પૂર્વ યુરોપમાં આવેલું છે અને આ પ્રદેશને યુરોપનો ગરીબ ભાગ માનવામાં આવે છે. યુક્રેનના જીડીપીનું કદ પણ ખાસ નથી. જેથી યુક્રેનથી અમેરીકાને કોઈ સીધો આર્થિક લાભ નથી, પરંતુ આડકતરી રીતે આ પરિબળ મહત્વનું છે. યુક્રેનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે યુદ્ધની સ્થિતિમાં માત્ર યુરોપને જ નહીં પરંતુ એશિયાનાં હવાઈ માર્ગને પણ અસર કરી શકે છે. તેમજ યુક્રેન મારફતે મધ્ય યુરોપમાં જતો ગેસ-તેલનો પુરવઠો પણ જોખમમાં આવી શકે છે.

અમેરિકા અને યુક્રેન વચ્ચેના વેપાર સંબંધો
અમેરિકા અને યુક્રેન વચ્ચેના વેપાર સંબંધો પર નજર કરીએ તો તેમાં ધાતુઓનો હિસ્સો ઘણો વધારે છે. યુ.એસ.માં યુક્રેનિયન દૂતાવાસના આંકડા દર્શાવે છે કે બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર $4 બિલિયનથી વધુ છે. વર્ષ 2020માં, કોરોના રોગચાળાને કારણે, તે લગભગ 7.5 ટકા ઘટીને $3.94 બિલિયન થઈ ગયું. તેમાંથી યુક્રેન અમેરિકાને લગભગ $1 બિલિયનનો સામાન વેચે છે. ફેરસ ધાતુઓ અને આર્ટિકલ આમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. યુક્રેન યુ.એસ.ને અન્ય ખનિજોનો યોગ્ય જથ્થો પણ પૂરો પાડે છે. યુક્રેન પાસે સેમિકન્ડક્ટર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા દુર્લભ પૃથ્વી ખનિજોનો યુરોપનો સૌથી મોટો ભંડાર છે.

Most Popular

To Top