Business

રશિયા યુક્રેન વિવાદને લઇ ફરી શેરબજારમાં કડાકો, 5 મિનિટમાં રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા ધોવાયા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર શેરબજાર પર પડી છે. રશિયાએ યુક્રેનના બે વિસ્તારોને અલગ દેશો જાહેર કરતા વિવાદ વકરી ગયો છે. આ વિવાદના કારણે વિશ્વભરમાં ચિંતાજનક માહોલ ઉભો થયો છે. વિવાદના પગલે શેર માર્કેટમાં 1200 પોઈન્ટ તુટતા રોકાણકારોને પ્રથમ 5 મિનિટમાં જ 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

  • યુક્રેન-રશિયા વિવાદની અસર શેરબજાર પર
  • યુદ્ધ નિશ્વિત થતા વિશ્વભરનાં શેરબજારોમાં કડાકો
  • સેન્સેક્સ ૧૨૦૦ પોઈન્ટ તુટ્યો, ક્રુડ ૯૭ ડોલર પર
  • સોનામાં ૪૦૦, ચાંદીમાં ૮૦૦ની તેજી

રશિયા અને યુક્રેનનો વિવાદ હવે ચરમસીમા પર પહોચી ગયો છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે પૂર્વી યુક્રેનમાં ડોનેત્સ્ક (Donetsk) અને લુગાન્સ્કને (luhansk)અલગ દેશો તરીકે માન્યતા આપ્યા બાદથી આ વિવાદ વકર્યો છે. હાલમાં અમેરિકા અને બ્રિટને રશિયા પર પ્રતિબંધોની વાત કરી છે. તે જ સમયે, યુક્રેન મુદ્દે આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બેઠક (UNESC)યોજાઈ હતી. જો કે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે નિશ્ચિત થઇ ગયું છે. જેના પગલે શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. શરૂઆતમાં શેર બજારમાં ૧૨૦૦ અંકનું ગાબડું પડ્યું હતું. પ્રારંભીક કામકાજમાં ૧૨જી પોઈન્ટનો કડાકો સર્જાયો હતો. કુડતેલ તથા સોનામાં ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 1000 અંક ઘટ્યા પછી હાલ 9.31 કલાકે 937 અંક ઘટી 56745 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 272 અંક ઘટી 16934 પર કારોબાર કરી રહ્યો છે. ઘટાડાના પગેલ રોકાણકારોને પ્રથમ 5 મિનિટમાં જ 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા પડ્યા હતા. એચડીએફસી, ઈન્ફોસીસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટસી, કોટકબેંક, લાર્સન, મારૂતી, નેસ્લે, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસ્કો, ટીસીએસ, ટાઈટન, અલ્હાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વિસ, ભારતી એરટેલ, ડો. રેડ્ડી, કોલ ઈન્ડીયા, ટેલ્કો વગેરે તૂટ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 5700ની નીચે સરકી ગયો હતો અને ૧૦૧૫ પોઈન્ટ ગગડીને પ૬૬૬૭ સાંપડયો હતો. તે ઉંચામાં પ૬૮૮૨ તથા નીચામાં પ૬ ૩૯૪ હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી ૩૦૩ પોઈન્ટ ગગડીને ૧૬૯૦૩ હતો તે ઉંચામાં ૧૬૯૭૭ તથા નીચામાં ૧૬૮૪૩ હતો. બીજી તરફ કુડતેલ સળગ્યું હતું. બ્રેન્ટ ફરી ૧૦૦ ડોલરના માર્ગ હોય તેમ ૯૬.૭૪ ડોલર સાંપડ્યું હતું. સોના-ચાંદીમાં પણ ઉછાળો હતો. વિશ્વબજારમાં સોનુ ૧૯૦૮ડોલર. ભારતીય કોમોડીટી એકસચેજમાં સોનું ૩૫૦ રૂપિયા વધીને ૫૦૪૩૦ તથા ચાંદી ૭૫૦ વધીને ૬૪૩૫૦ હતી.

Most Popular

To Top