ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત (Ambassador) નાઓર ગીલોને સાથે ગાંધીનગરમાં (Gandhinagar) મહત્વની બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રી પટેલ સાથે તેમણે ખાસ કરીને ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગ અને પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરુ થયેલી આઇક્રિયેટ દ્વારા યુવા શક્તિના ઇનોવેશન્સ અને નવિન શોધ સંશોધનને મળી રહેલા પ્રોત્સાહન અંગે વિસ્તૃત પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ પણ તાજેતરમાં આ આઇક્રિયેટની તેમણે લીધેલી મુલાકાત તથા ત્યાં હાથ ધરાયેલી પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. ઇઝરાયેલ રાજદૂતે ગુજરાત સાથે કૃષિ ક્ષેત્રમાં સેન્ટર ઓફ એકસ્લન્સ સહિતની જે ઇઝરાયેલ ભાગીદારી છે તેને વધુ વ્યાપક બનાવવા પણ તત્પરતા વ્યક્ત કરી હતી.
ઇઝરાયેલ રાજદૂતે ઇઝરાયેલની ડી સેલીનેશન પ્લાન્ટ ટેક્નોલોજી દ્વારા સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠા બનાવવાની સફળતાના ગુજરાતમાં પણ પ્રયોગ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ તેમને પીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી આકાર પામેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.