Dakshin Gujarat

જયપુર બ્લાસ્ટ બાદ સુરતના સજ્જાદના નામે ભરૂચમાં પરિવાર અને સાળાનો આશરો લેનાર સાજીદ મન્સૂરીને ફાંસી

સુરત: અમદાવાદ (Ahmedabar) સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં (Bomb Blast) દોષી ઠરેલા ૪૯ આતંકીને શુક્રવારે (Friday) સ્પેશિયલ કોર્ટે (Court) સજા ફરમાવી હતી. જેમાં ૩૮ને ફાંસી અને ૧૧ને આજીવન કેદનું ફરમાન કરાયું છે.જેમાં ભરૂચમાં આશરો લેનારા સાજીદ મન્સૂરીને ફાંસી અને મૂળ હાંસોટના રફીઉદ્દીન કાપડિયાને આજીવન કેદની સજા ફટકારાઈ છે.

  • સાજીદ મન્સૂરી પ્લાન બનાવનાર અને તેને અંજામ આપનાર આતંકીઓ વચ્ચે મહત્વની કડી હતો
  • રફીઉદ્દીન કાપડિયાએ બોમ્બ બનાવવામાં અગ્રીમ ભૂમિકા ભજવી હતી
  • મકાન લઈ સાજીદ મન્સૂરી અમદાવાદ અને સુરત બ્લાસ્ટને અંજામ આપવા આવ્યો હતો

ભરૂચ પહેલાથી જ આતંકીઓનું આશ્રયસ્થાન રહ્યું છે. અમદાવાદ ૨૧ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને સુરતમાં બોમ્બ પ્લાન્ટમાં પણ ભરૂચમાં તેના તાર જોડાયા હતા. દોષી થરેલા આતંકીઓમાં મૂળ સુરતનો સાજીદ મન્સૂરી જેને ગોધરા કાંડનો બદલો લેવા કટ્ટરપંથીઓની ફોજ ઊભી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાવાગઢની તળેટીમાં આયોજનરૂપે કટ્ટરપંથીઓને તાલીમ પણ અપાઈ હતી. સુરતથી સાજીદ ભાગ્યા બાદ જયપુરમાં આશરો લીધો હતો, જ્યાં બૉમ્બ બ્લાસ્ટની ઘટના બાદ એ ભરૂચ તેની પત્ની અને બાળકો સાથે આવી ગયો હતો. બાયપાસ ઉપર લુકમાન પાર્કમાં સાજીદ મન્સુરીએ સજ્જાદ નામ ધારણ કરી રહેવા લાગ્યો હતો. જ્યાંથી અમદાવાદ-સુરત બૉમ્બ બ્લાસ્ટનો પ્લાન ઘડનાર અને તેને અંજામ આપનાર કટ્ટરપંથીઓની તે મહત્ત્વની કડી હતો. બોમ્બ ભરેલી વેગનઆર પણ તેણે ભાડે રાખેલા ભરૂચના મકાન બહાર પાર્ક કરાઈ હતી.

સાજીદ મન્સૂરી ઉર્ફે સલીમ ઉર્ફે સજજાદ ઉર્ફે સાદ ગુલામખ્વાજા મન્સૂરીને ફાંસીની સજા ફટકારી છે. બોમ્બ બ્લાસ્ટમાં મૂળ હાંસોટના અને જે બાદ વડોદરા રહેતા રફીઉદ્દીન સરફુદ્દીન કાપડિયાની બોમ્બ બનાવવામાં ભૂમિકા હતી. જેને સ્પેશિયલ કોર્ટે છેલ્લા શ્વાસ સુધી કારાવાસની સજા કરી છે. જ્યારે ભરૂચના મૂળ કંબોલી ગામનો અને સુરત રહેતો મોહંમદ ઝહીર ઐયુબભાઈ પટેલને પુરાવાના અભાવે દોષમુક્ત જાહેર કરાયો છે.

Most Popular

To Top