Dakshin Gujarat

‘કામ ચાલુ છે, વાહન ધીમે હાંકો’

ધરમપુર : ધરમપુર નજીકમાં આવેલા દુલસાડ-વાંકલ રોડ ઉપર વહેતી વલંડી નદી ઉપર હાલ કોઝવેની (Causeway) કામગીરી ચાલી રહી છે, પરંતુ અહીં કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર (Contractor) દ્વારા ડાઈવર્ઝન (Diversion) આપ્યા બાદ અહીં વાહન ચાલકોને સ્પષ્ટ પણે દેખાય એ રીતે ‘કામ ચાલુ છે, વાહન ધીમે હાંકો’ના સાઈન બોર્ડ (Board) મુકવામાં આવ્યા નથી. જેને લઈ ગઈકાલે એક કાર (Car) કોઝવેના પિલર ચડીને નીચે ખાબકી પલટી મારી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, કારમાં સવાર બે લોકોને ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ધરમપુરના ફલધરાથી રાત્રી દરમ્યાન દુલસાડ ગામે વોલીબોલ રમી પોતાની કાર લઇને હિરેન પટેલ, સંજય પ્રકાશ પટેલ દુલસાડથી વાંકલ જતા નવાપાડા માર્ગમાં વલંડી નદી ઉપરથી પસાર થઈ રહ્યા હતા. અહીં બની રહેલા કોઝવે બ્રિજની કામગીરી નજીક કોઈ સાઈન બોર્ડ કોન્ટ્રાકટર દ્વારા મારવામાં આવ્યું નહીં હોવાથી રાત્રીના અંધકારમાં પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે નવા બની રહેલા કોઝવેના પિલર કુદાવી કાર ધડાકાભેર અથડાઈ પલટી મારી જતા અંદર સવાર બે લોકોને ઇજા પહોંચી હતી. બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉમરગામની બેલા રેસીડેન્સી બિલ્ડીંગના ફ્લેટમાં આગ લાગી
ઉમરગામ : ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં ગાંધીવાડી ખાતે આવેલા બેલા રેસીડેન્સી બિલ્ડીંગના એક બંધ ફ્લેટમાં સાંજના સમયે અચાનક આગ લાગવાનો બનાવ બનતા અફડા તફડી મચી જવા પામી હતી. બાજુના ફ્લેટમાં વેલ્ડીંગનું કામકાજ ચાલતું હોય ગેલેરીના ભાગમાં તણખલા ઉડતા આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગમાં ઘર વખરીનો સર સામાનને નુકસાન થયું હતું. ઉમરગામ નગરપાલિકાનું ફાયર ફાઈટર તથા જીઆઇડીસી નોડિફાઈડ ટીમ દોડી આવી ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.

Most Popular

To Top