World

કાર્ગો શિપમાં આગ, ઓડી તેમજ લમ્બોર્ગિની જેવી 3965 લકઝરી કારોનું થયું ભડથું

એટલાન્ટિક મહાસાગરમાં (Atlantic Ocean) બુઘવારના (Wednesday) રોજ કાર્ગોશિપ ઉપર આગ (Fire) લાગી હતી. આ આગ માટેનું કારણ (Reason) હજુ સુઘી જાણી શકાયુ નથી. મઘદરિયે જહાજ ભડકે બળી રહ્યું છે. જો આગને ઓલવવામાં સફળતા નહિ મળે તો જહાજ ડૂબી જવાની સંભાવના રહેલી છે. આ સાથે જહાજમાં લાખો રૂપિયાની લકઝરી ગાડીઓ (Car) પણ મહાસાગરમાં ડૂબી જવાની સંભાવના પણ રહેલી છે. આગ ઓલવવામાં જો સફળતા ન મળશે તો ત્રણ ફૂટબોલનાં મેદાન થાય તેટલું આ જહાજ આખેઆખું ભડથું થઇ જળસમાધિ લે તેવી સ્થિતિ સર્જાવાની શકયતા રહેલી છે.

  • 3,965 જેટલી મોંઘીદાટ લક્ઝરી કાર હતી, જે હવે આગમાં ભડથું થઈ ગઈ
  • ‘પોર્શો બોક્સ્ટર સ્પાયડર’ મોડેલની એક કારની કિંમત 75 લાખ રૂપિયાથી શરૂ થાય છે

મળતી માહિતી મુજબ એટલાન્ટિક મહાસાગરમાં જે કાર્ગોશિપમાં આગ લાગી હતી તે કાર્ગોશિપનું નામ ‘ફેલિસિટી એસ’ છે. આ શિપમાં મધદરિયે આવેલા પોર્ટુગલના તાબા હેઠળના એઝોરેસ આઇલેન્ડ પાસે આગ લાગી હતી. નાવિકોની મદદ માટે પોર્ટુગીઝ નેવી અને એરફોર્સનાં હેલિકોપ્ટર તરત કામે લાગી ગયાં હતાં. તેમણે જહાજ પાસે પહોંચી એક પછી એક એમ કુલ 22 નાવિકોને હેલિકોપ્ટરમાંથી દોરડાં ઊતારીને તેઓનો બચાવ કર્યો હતો.

રસપ્રદ વાત તો એ છે કે આ શિપમાં 3965 જેટલી સંખ્યામાં મોટી મોટી લકઝરી કાર હતી. 100 જેટલી કાર અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન ખાતે ટ્રાન્સપોર્ટ કરવાની હતી. પોર્શેના પ્રવકતાએ જણાવ્યું કે 100 જેટલી તેઓની ગાડીઓ આ શિપ ઉપર છે. ‘પોર્શો બોક્સ્ટર સ્પાયડર’ મોડેલની આવી એક કારની કિંમત 75 લાખ રૂપિયાથી શરૂ થાય છે. યાને કે આ કાર્ગો શિપ પર રહેલી કુલ ગાડીઓની કિંમત કેટલી થવા જતી હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. લમ્બોર્ગિનીએ પોતાની કેટલી ગાડીઓ આ જહાજ પર ફસાઈ છે તે વિશે માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

Most Popular

To Top