National

સમાજના તમામ વર્ગોમાં ધાર્મિક પ્રતિકોની વિશાળ વિવિધતા છે તો સરકાર માત્ર હિજાબ સામે શાં માટે વાંધો ઉઠાવી રહી છે? 

કર્ણાટક: કર્ણાટકમાં (Karnatak) હિજાબ વિવાદ ઉપર આજે અરજદાર તરફે વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. વકીલ રવિવર્મા કુમારે બેન્ચ સામે એવી દલીલો કરી હતી કે સરકાર કેમ હિજાબનો મામલો ઉંચકી ભેદભાવ કરી રહી છે. આ સાથે વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હિંદુ છોકરીઓ બંગડી, ખ્રિસ્તી છોકરીઓ ક્રોસ પહેરે છે તો શા માટે મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નિશાન બનાવવામાં આવી છે? વરિષ્ઠ વકીલ રવિવર્માએ કહ્યું કે, આદેશમાં અન્ય કોઈ ધાર્મિક પ્રતીકને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. માત્ર હિજાબ જ શા માટે? શું આવું કોઈ એક ધર્મને કારણે નથી? મુસ્લિમ છોકરીઓ સાથે ભેદભાવ સંપૂર્ણપણે ધર્મ આધારિત છે. કર્નાટક હાઈકોર્ટમાં હિજાબ મામલાની સુનાવણી ફરી ગુરુવારના રોજ 2.30 વાગ્યે કરવામાં આવશે.

પોતાની દલીલમાં એડવોકેટ રવિવર્માએ કહ્યું, “જો કોઈ ધારાસભ્ય રાજકીય પક્ષ અથવા રાજકીય વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે, તો શું તમે વિદ્યાર્થીઓના કલ્યાણ વિશે વિચારી શકો છો? તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાએ વાલીઓને શાળાનો ડ્રેસ બદલવા અંગે એક વર્ષ અગાઉથી નોટિસ આપવી જોઈએ. રવિવર્માએ કહ્યું કે હિજાબ પર કોઈ પ્રતિબંધ નથી અને સવાલ એ ઊભો થાય છે કે કયા અધિકાર કે નિયમ હેઠળ વિદ્યાર્થીનીઓને વર્ગની બહાર રાખવામાં આવ્યા. એક્ટ (કર્ણાટક એજ્યુકેશન એક્ટ) હેઠળ આવી કોઈ જોગવાઈ નથી અને ન તો હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવતા કોઈ નિયમો છે. તેમણે કહ્યું કે હું સમાજના તમામ વર્ગોમાં ધાર્મિક પ્રતિકોની વિશાળ વિવિધતાને જ જોઈ રહ્યો છે. સરકાર માત્ર એકલા હિજબનો મુદ્દો જ શા માટે ઉઠાવી રહી છે? 

મંગળવારના રોજ દેવદત્ત કામતે વિદ્યાર્થીઓ તરફથી દલીલો કરી હતી. આ દલીલો દરમ્યાન તેઓએ સાઉથ આફ્રિકા તેમજ કેનેડાના ઘણાં કિસ્સોઓનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે તેઓ જયારે શાળા તેમજ કોલેજમાં ભણતાં હતા તે સમયે રુદ્રાક્ષ પહેરતા હતા પરંતુ તેઓ આ રુદ્રાક્ષ ઘાર્મિક ઓળખ ઊભી કરવા માટે ન પહેરતા હતા. આ પહેલા સોમવારે સુનાવણી દરમિયાન આ વિદ્યાર્થીનીઓએ હાઈકોર્ટને કહ્યું હતું કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને સ્કૂલ યુનિફોર્મના રંગ સાથે મેળ ખાતા હિજાબ પહેરવાની છૂટ આપવી જોઈએ. કેન્દ્રીય શાળાઓમાં સમાન રંગના હિજાબને પણ મંજૂરી છે. બીજી તરફ આજે શિવામોગાની કોલેજના સ્ટુડન્ટ્સને હિજાબ હટાવીને ક્લાસમાં બેસવાનું કહેવામાં આવતા અહીં વિરોધ કરાયો હતો. 30 સ્ટુડન્ટ્સને કોલેજની બહાર કાઢવામાં આવ્યા હતાં. જયારે કર્ણાટકના બજરંગ દળ સંયોજક સુનીલ કેઆરે હિજાબ વિવાદને હિજાબ જેહાદ નામ આપ્યું છે.

શું છે સમગ્ર મામલો?
હિજાબને લઈ વિવાદ સૌ પ્રથમ કર્ણાટકના ઉડ્ડપી જિલ્લામાં શરૂ થયો હતો. 31 ડિસેમ્બરે ઉડ્ડપીની સરકારી કોલેજ, ગવર્મેન્ટ ગર્લ્સ પ્રી યુનિવર્સિટી કોલેજની 6 મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓ કલાસની બહાર બેન્ચ પર બેસીને ભણી રહી હોવાનું સામે આવ્યું હતું.

Most Popular

To Top