એર એશિયાના ઉડતા વિમાનમાં સાપ દેખાતાં હડકંપ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, એર એશિયાની ફ્લાઇટ નંબર 5748 કુઆલાલંપુરથી તવાઉ માટે ઉડાન ભરી રહી હતી ત્યારે વિમાન હવામાં હતું ત્યારે જ યાત્રીઓને છત પર લગેજ-બે પાસે સાપ દેખાયો હતો. ત્યાર બાદ ફ્લાઇટમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણકારી પાઇલટને આપવામાં આવતાં તેણીએ પ્લેનની ઇમર્જન્સી લેન્ડિંગ કરાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ સાપ કોઈ યાત્રીનો પાલતું માનવામાં આવે છે. જે મુસાફરી દરમિયાન બેગમાંથી બહાર આવી ગયો હતો. આ સાપ જમીન પરથી વિમાન પર ચઢ્યો હોવાની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણને કોઈ નુકસાન થયું નથી.
સાપ દેખાયા બાદ પણ ફ્લાઇટ અટેન્ડન્ટ્સે મુસાફરોને ગભરાશો નહીં અને શાંત રહેવાની જાહેરાત કરવાની સલાહ આપી હતી. રિપોર્ટ અનુસાર ફ્લાઇટમાં સાપ દેખાતા જ તવાઉ શહેર જઇ રહેલી ફ્લાઇટને કૂચિંગ શહેર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે વિમાન ખૂબ ઊંચાઈ પર હતું તે સમયે યાત્રીઓ અને ક્રૂ-મેમ્બરે લગેજ-બેની ઉપર લાગેલી કેબિન લાઇટ પાસે એક મોટો સાપ જોયો. સાપને જોતાં જ યાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાર બાદ પાઇલટે વિમાનને ડાયવર્ટ કર્યું અને તેની ઇમર્જન્સી લેન્ડિંગ કરાવી. વિમાનની પાઇલટ હાના મોહસિન ખાને ટ્વિટર પર વિમાનના ઓવર હેડ બેગેજ એરિયા પાસે સરકી રહેલા સાપનો વીડિયો શેર કર્યો હતો.
સોશ્યલ મીડિયા યુઝર્સે પ્લેનમાં સાપ હોવાની મજાકમાં ટિપ્પણી કરી હતી તો કોઇકે કહ્યું કે અત્યાર સુધી આવું માત્ર ફિલ્મોમાં જોવા મળ્યું હતું. આ પ્લેનમાં સાપ હોવાનો વીડિયો વાયરલ થયો છે