ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં ધીમે ધીમે કોરોના (Corona) નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 1883 નોંધાઈ છે. જ્યારે અમદાવાદ મનપામાં ત્રણ સહિત રાજ્યમાં વધુ 14 લોકોનાં મૃત્યુ થયાં છે. બીજી તરફ શુક્રવારે રાજ્યમાં 5005 દર્દી સાજા પણ થયા છે.
શુક્રવારે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 618, વડોદરા મનપામાં 282, વડોદરા ગ્રામ્યમાં 96, મહેસાણામાં 95, ગાંધીનગર મનપામાં 75, સુરત ગ્રામ્યમાં 73, આણંદમાં 55, રાજકોટ મનપામાં 47, સુરત મનપામાં 47, બનાસકાંઠામાં 43, ખેડામાં 40, કચ્છમાં 39, પંચમહાલમાં 31, રાજકોટ ગ્રામ્યમાં 31, ગાંધીનગર ગ્રામ્યમાં 29, પાટણમાં 27, સાબરકાંઠામાં 27, નવસારીમાં 25, ડાંગમાં 20, તાપીમાં 20, ભરૂચમાં 18, ભાવનગર મનપામાં 17, દાહોદમાં 16, અમદાવાદ મનપામાં 15, મોરબીમાં 14, અમરેલીમાં 13, સુરેન્દ્રનગરમાં 12, વલસાડમાં 9, છોટા ઉદેપુરમાં 7, ગીર સોમનાથમાં 7, જૂનાગઢ ગ્રામ્યમાં 6, પોરબંદરમાં 5, અરવલ્લીમાં 4, મહિસાગરમાં 4, ભાવનગર ગ્રામ્યમાં ૩, જામનગર મનપામાં 3, જૂનાગઢ મનપામાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, જામનગર ગ્રામ્યમાં 1 નવો કેસ નોંધાયો છે. જ્યારે બોટાદમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી.
શુક્રવારે રાજ્યમાં થયેલા 14 મૃત્યુમાં અમદાવાદ મનપામાં 3, વડોદરા મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1, ભરૂચમાં 1, દાહોદમાં 2, સુરેન્દ્રનગરમાં 1 અને જામનગર ગ્રામ્યમાં 1નો સમાવેશ થાય છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ 10775 નોંધાયાં છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18301 થઈ છે. જેમાં 105 વેન્ટિલેટર ઉપર અને 18196 સ્ટેબલ છે.
શુક્રવારે 2.06 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં શુક્રવારે દિવસ દરમિયાન 2.06 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 41722 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 3312 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 10320 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 17574 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 52075 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15થી 18 વર્ષ સુધીના 14987 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 15થી 18 વર્ષ સુધીના 66574 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજ્યના હેલ્થકેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,07,17,057 લોકોને રસી આપવામાં આવી છે.