Gujarat

પરીક્ષાર્થીઓ તૈયાર રહેજો, બે માસની અંદર જ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે: એ. કે. રાકેશ

ગાંધીનગર(Gandhinagar): ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.13મી ફેબ્રુ.ના રોજ લેવામાં આવનાર બિન સચિવાલય કલાર્કની તથા ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા (Exzam) ગઈરાત્રે રાત્રે રદ કરી દેવાઈ હતી. 3901 જેટલી જગ્યા માટે રાજયભરમાં 10 લાખ ઉમેદવારો પરીક્ષા આપનાર હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદે આસીત વોરાએ (Aasit Vora) રાજીનામુ આપી દીધુ છે, તે પછી સામાન્ય વહીવટ વિભાગના વડા એ. કે. રાકેશને તેના ઈન્ચાર્જની જવાબદારી સોંપાઈ હતી. અલબત્ત આ પરીક્ષા ફરીથી એક વખત આ પરીક્ષા રદ કરાઈ છે. અગાઉ ધો -12 પાસ ઉમેદવારોને નહીં બેસવા જેવા મુદ્દે આ પરીક્ષા રદ કરાઈ હતી. તે પછી બીજી વખત આ પરીક્ષાનું પેપર ફૂટી જવાના કારણે પરીક્ષા રદ કરાઈ હતી. હવે ચેરમેન નહીં હોવાના કારણે આ પરીક્ષા રદ કરાઈ છે.

આજે ગૌણ સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ ચેરમેન તથા સામાન્ય વહીવટ વિભાગના વડા એ કે રાકેશે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં સૂચિત ફેરફાર કરવાનો હોવાથી તેમજ તેમાં ટેકનીકલ સપોર્ટ જોડવાનો હવાથી વહીવટી કારણોસર પરીક્ષા રદ કરાઈ છે. આ પરીક્ષા આગામી 2 માસની અંદર લેવાશે.

તેમણે જણાવ્યું હતું કે આગામી 2 મહિનામાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા નવી SOP મુજબ લેવાશે. હવેની પરીક્ષા નવી SOP મુજબ લેવાશે. પરીક્ષાના સુચારું આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ભરતી પરીક્ષાનું પેપર તથા પ્રિન્ટિગ પ્રેસથી લઈ તમામ સુવિધાઓ પર હાલ સારામાં સારી રીતે કામગીરી ચાલી રહ્યું છે, પારદર્શક પરીક્ષા લેવામાં આવશે જેથી ન્યાય તૈયારી કરતાં ઉમેદવારોને પૂરતો ન્યાય મળશે. આગામી 2 મહિનામાં ભરતી પરીક્ષાનું આયોજન થઈ જશે.

તેમણે કહ્યું હતું કે પરીક્ષાની કામગીરી સમજવા માટે સમય જરૂરી હોવાથી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે પછીની પરીક્ષાને પારદર્શક બનાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહયા છે. તેના માટે ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. બિન સચિવાલયની પરીક્ષામાં 90 હજારનો સ્ટાફ કામે લાગશે. જે સેન્ટરમાં CCTV નથી, ત્યાં લાઈવ વીડિયો કેમેરા લગાવવામાં આવશે. જેથી આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને પૂરતો ન્યાય મળી શકે.

Most Popular

To Top