સુરત(Surat): ચેમ્બર દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ સાથે યોજાયેલી સંયુક્ત બેઠકમાં સુરતના ઉદ્યોગકારોને યુનિટ સ્થાપવા આમંત્રણ (Invitation) આપવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ (Aashish Gujarati) જણાવ્યું હતું કે, સુરત ઔદ્યોગિક શહેર તરીકે વિકસ્યું (Devlop) છે ત્યારે એન્જીનિયરીંગ, કેમિકલ્સ, પ્લાસ્ટીક અને ફર્ટીલાઇઝર ઉદ્યોગોને સ્થળાંતર માટે ધોલેરા ખૂબ જ સારું સ્થળ છે. ધોલેરા ખાતે ઓટો એન્સીલરી અને રિન્યુએબલ એનર્જી વિગેરે ક્ષેત્રે રોકાણની દિશામાં સારી પ્રગતિ થઇ રહી છે. ખૂબ જ વિશાળ સોલાર પાર્ક ત્યાં આવી રહયો છે. સાથે જ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી આવી રહી છે. ટ્રાન્સપોર્ટ એફિશિયન્સી અને ડિજીટલાઇઝેશન તથા ઇનોવેશન થઇ રહયા છે ત્યારે ધોલેરા ખાતે ઉદ્યોગોને શીફટ થવા માટે સારી તક છે.
ધોલેરા સિટીના દિલીપ બ્રહમભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી–મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ઉપર ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ડેવલપ કરવામાં આવ્યું છે. ધોલેરામાં ૩૦૦ કિલોમીટરના વિસ્તારને ઔદ્યોગિક વિસ્તાર તરીકે ડેવલપ કરવામાં આવી રહયો છે. રર.પ૦ ચોરસ કિલોમીટર વિસ્તાર એકટીવેશન એરીયા તરીકે ડેવલપ કરવામાં આવ્યો છે. ખૂબ જ બારીકાઇથી પ્લાનીંગ કરીને તેના ઉપર અમલીકરણ કરવામાં આવી રહયું છે. ૯૦થી ૯પ ટકા કાર્ય પૂર્ણ થયું છે અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ફાળવવામાં આવી રહયા છે. હાલ પાંચેક જેટલી કંપનીઓ પણ ત્યાં આવી ગઇ છે અને પોતાનું ઉત્પાદન કાર્ય શરૂ કરવાના છે.
ધોલેરા ખાતે એક એકરથી લઇને ૩પ૦ એકર સુધીના પ્લોટ ઔદ્યોગિક એકમો માટે આપવામાં આવી રહ્યા છે. જો કે, ધોલેરાને સ્માર્ટ સિટી તરીકે પણ ડેવલપ કરવામાં આવનાર છે. કુલ ૯ર૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ નાગરિકોની તમામ પ્રાથમિક જરૂરિયાતો, શૈક્ષણિક અને તબીબી સુવિધાઓથી ધોલેરાને સજ્જ કરવામાં આવશે. ગુજરાત ટાઉન પ્લાનિંગ માળખા હેઠળ ધોલેરામાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. ગુજરાતમાં ધોલેરાની વાત કરીએ તો સિંગાપોર કરતા મોટો વિસ્તાર ડેવલપ થવા જઇ રહ્યો છે.