Business

બે બાઈક વચ્ચે અકસ્માત થતાં પટકાયેલા યુવાન પર ટ્રક ફરી વળી

માંડવી(Mandvi): માંડવીના ઉશ્કેર ગામની સીમમાં બે બાઈક (Bike) સામસામે અથડાતાં રોડ (Road) પર પડકાયેલા 18 વર્ષના યુવાન પરથી અજાણ્યા ટ્રકચાલકે (Track) કચડી મારતાં ઘટના સ્થળે મોત (Dead) થયું હતું. અને અકસ્માત (Accident) કરી ટ્રકચાલક ભાગી છૂટ્યો હતો.

માંડવી-કીમ રોડ પર આવેલા ઉશ્કેર ગામે બસ સ્ટેન્ડ (Bus Stand) નજીક પસાર થતી હોન્ડા યુનિકોર્ન નં.(GJ-05-FK-4770)ના ચાલકે પૂરઝડપે હંકારતાં રાત્રિના સમયે બૌધાન જતા માંગરોળના સુક્કર જેસિંગ વસાવા(ઉં.વ.18)ની મોટરબાઈક નં.(GJ-19-AP-0767) સાથે અકસ્માત થયો હતો. દરમિયાન માંડવી તરફથી આવી રહેલી ટ્રક સુક્કર વસાવાના માથા, પેટ અને કમરના ભાગે ફરી જતાં મોત નીપજ્યું હતું. અને ટ્રક લઈ ચાલક ભાગી છૂટ્યો હતો. જે બાબતે મૃતકના પરિવારે તડકેશ્વર ઓ.પી.માં જાણ કરતા જમાદાર નરેશ વસાવા સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ તડકેશ્વર સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાવ્યું હતું. અને અકસ્માત કરનાર અજાણ્યા ટ્રક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ધુલિયા ચોકડી પાસે ડમ્પરે પાછળથી ટક્કર મારતાં કાર પલટી
બારડોલી: બારડોલીના ધુલિયા ચોકડીથી મીંઢોળા પુલ તરફ જતાં રોડ પર મહારાષ્ટ્ર પાસિંગની ઇકો કારને પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્પરે ટક્કર મારતાં કાર રોડ પર જ પલટી મારી ગઈ હતી. નસીબજોગ કારમાં સવાર તમામ ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં આગળ ચાલી રહેલી કારને પૂરઝડપે આવતા ડમ્પરે ટક્કર મારતાં કાર રોડ પર જ પલટી જતી નજરે પડે છે. સ્થાનિકો તાત્કાલિક બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા અને કારમાં સવાર ચાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ કારને ક્રેઇન વડે રોડ પરથી હટાવામાં આવી હતી. ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બારડોલી પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતવાળી જગ્યા પર રોડની બંને તરફ પોંક અને અન્ય વિક્રેતાઓ બેસતા હોવાથી ખરીદી માટે આવતા લોકો વાહન રસ્તા પર જ પાર્ક કરે છે. જેને કારણે વારંવાર અકસ્માતની સંભાવના બની રહે છે. ત્યારે પોલીસ દ્વારા અહીં મુખ્ય હાઇવે પર પાર્ક થતાં વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Most Popular

To Top