મોડીરાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે અભદ્ર વર્તન કરી ધક્કા મુક્કી

દમણ(Daman): દમણનાં નાની દમણ દિલીપ નગરની લેન નં.5 ના વંશિકા એર્પાટમેન્ટમાં (Vanshika Appartment) એક લગ્ન સમારંભમાં મોડી રાત્રે ડીજે (DJ) વાગી રહ્યાની ફરીયાદ (Complant) નાની દમણ પોલીસ મથકમાં (Police Station) કરી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર જઈ લગ્નનાં આયોજક નરેશ મોહન ટંડેલને નાઈટ કરફ્યૂ હોય અને સુપ્રિમ કોર્ટેના આદેશ અનુસાર 10 વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો હોય ત્યારે તેનો અમલ સંઘપ્રદેશમાં પણ લાગુ હોવાનું જણાવી મોટેથી વાગતા ડીજેને બંધ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ સુચના આપી પોલીસ ત્યાંથી જતી રહી હતી.

  • સુચના આપ્યાં બાદ પણ આયોજકોએ સુચનાનું અનાદર કરી મોટેથી ડીજે વગાડવાનું ચાલુ રાખ્યું
  • ફરી પોલીસે સ્થળ પર જઇ ડીજે બંધ કરવા જણાવતાં આયોજકોએ પોલીસ સાથે અભદ્ર વર્તન કરી ધક્કા મુક્કી કરી

તેમ છતાં આયોજકોએ પોલીસે આપેલી સુચનાઓનું અનાદર કરી મોટેથી ડીજે વગાડવાનું ચાલુ રાખ્યું હતું. બાદમાં ફરી પોલીસ કર્મીઓ સ્થળ પર આવી વાગી રહેલા ડીજેને બંધ કરવા જણાવતાં આયોજક નરેશ ટંડેલ, એક મહિલા અને અન્ય લોકોએ પોલીસ સાથે અભદ્ર વર્તન કરી ધક્કા મુક્કી કરી હતી. જેથી પોલીસે આ લોકો સામે સરકારી કાર્યમાં બાધા ઉત્પન્ન કરવા તથા સુપ્રિમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દમણ પોલીસે ડીજે સંચાલકો સાથે બેઠક કરી કડક સુચના આપી
દિલીપ નગરમાં લગ્ન પ્રસંગમાં રાત્રે મોટા અવાજે ડી.જે. વગાડવા બદલ અને સરકારી કામોમાં બાધા ઉત્પન્ન કરવા બદલ આયોજકો સામે કાર્યવાહી કર્યા બાદ સોમવારે પોલીસે ડી.જે.નાં સંચાલકો સાથે બેઠક યોજજ હતી. જેમાં ઈન્ચાર્જ પી.આઈ. શોહીલ જીવાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તમામ ડી.જે. સંચાલકોને સુપ્રિમ કોર્ટ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કોઈપણ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવા સામે પ્રતિબંધ મુક્યો હોય ત્યારે તમામ ડી.જે. સંચાલકોએ સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કડક પણે કરવાનું રહેશે. જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરતું જોવા મળશે તો તેવા ડી.જે. સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવુ સખત શબ્દોમાં પોલીસ દ્વારા જણાવાયું હતું.

Most Popular

To Top