Entertainment

સંગીતક્ષેત્રે કોકિલ કંઠી લતા મંગેશકરથી મોટું નામ કોઈનું નહિ, જૂની સાથે નવી પેઢીના દિલને અડી જાય તેવાં ગીતો આપ્યા

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood industry) સંગીતની (Music) વાત કરીએ તો સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરથી (Lata Mangeshkar) મોટું નામ કોઈનું નથી. લતાજીએ પોતાના કંઠથી ભારતીય સંગીતને (Indian music) વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું છે. 13 વર્ષની ઉંમરથી તેઓએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 2010 સુધી તેમણે બોલિવૂડક્ષેત્રે પોતાનો ફાળો આપ્યો હતો. 70 વર્ષ સુધી બોલિવૂડમાં ગીતો ગાયા અને ન જાણે કેટલા સુંદર ગીતો લોકોને આપ્યા. 92 વર્ષની ઉંમરે લતાએ દુનિયાને અલવિદા કહી દીધું. લતા મંગેશકરએ આપેલ 20 સુપરહિટ ગીતો કે જે આજે પણ લોકોના દિલને અડી જાય છે. જૂની સાથે નવી પેઢીમાં પણ તેઓના ધણાં ગીતો લોકપ્રિય છે.

1 લગ જા ગલે
લતા મંગેશકરનું આ ગીત જૂની સાથે નવી પેઢીમાં સૌથી વધુ લોકપ્રિય છે. ચાહકો તેમના આ ગીતને સાંભળવાનું પસંદ કરે છે.

2 મેરા સાયા સાથ હોગા
લતાજીના આ ગીતને ચાહકોનો પણ ઘણો પ્રેમ મળ્યો છે. સુનીલ દત્તની ફિલ્મ સાયાનું આ ગીત આજે પણ એકદમ નવું હોય તેવું જ લાગે છે.

3 એ મેરે વતન કે લોગો..
દેશભકિતનું પ્રતિક સમાન એવું આ ગીત એક અલગ ઈતિહાસ ધરાવે છે. જ્યારે લતા મંગેશકરે પંડિત જવાહરલાલ નેહરુ સામે આ ગીત રજૂ કર્યું ત્યારે પંડિતજીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ ગીત સાથે કરોડો દેશવાસીઓની ભાવનાઓ જોડાયેલી છે.

આ ઉપરાંત યારા સિલી સિલી, શીશા હો યા દિલ હો, જાને ક્યો લોગ મોહબ્બત, દિલ તો પાગલ હૈ, દો પલ રૂકા ખ્લાબો કા કારવાં, બાહો મે ચલે આઓ, જાને ક્યા બાત હૈ, ઈસ મોડ સે જાતે હૈ, કભી ખુશી કભી ગમ, દીદી તેરા દેવર દીવાના, લુકા છુપી બહુત હુઈ, મૈ ચલી મૈં ચલી જેવા સુપર હિત ગીતો ગાય ચાહકોના દિલને જીતી લીઘા હતાં.

લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ ઘણા સુપરહીટ ગીતો ગાયા છે. દીકરી તો પારકી થાપણ કહેવાય, વૈષ્ણવજન તો તેને રે કહીએ, અને માને તો મનાવી લેજો રે…. એ તેમના ગીત છે. કોઈ તો કહોને કઈ દિશા, સત્યવાન-સાવિત્રી ફિલ્મના આ ગીતને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો. લતા મંગેશકરનું યમુનાષ્ટક યમુનાજીના ભક્તોને આજે પણ પસંદ આવે છે. કોઈ ગોતી દ્યો મારો રામચુંદડી ચોખા ફિલ્મનું આ ગીતમાં પણ લતાજીએ પોતાનો સ્વર આપ્યો છે. દાદાને આંગણે…રાણો કુંવર ફિલ્મનું આ ગીત ખૂબ જ સરસ અને એમાં પણ લતાના સ્વરે ચારચાંદ લગાવ્યા હતા.

પાંદડું લીલું ને રંગ રાતો…આ ગીત 1960માં આવેલી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું છે. જેમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે કામ કર્યું હતું. નારી તું નારાયણી ફિલ્મનું વહેલી પરોઢનો વાયરો ગીતમાં પણ લતા મંગેશકરે પોતાનો ફાળો આપ્યો છે. અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું મારા તે ચિત નો ચોર ગીત પણ લતા મંગેશકર દ્વારા ગાયું છે. જે એ સમયે ખૂબ જ હિટ સાબિત થયું હતું. લતા મંગેશકરના અવાજમાં લાગમાં આવેલું મહેંદી તે વાવી માળવે…મહેંદી રંગ લાગ્યો ફિલ્મનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

છાનુ છપનુમાં તેમણે એક રજકણ સૂરજ…ગાઈને દિલ જીતી લીધા હતા તો પારકી થાપણમાં બેના રે….ગીત ખુબ ફેમસ થયુ હતુ. લાલવાડી ફુલવાડીમાં ધરી કંકુ કંકણ…અને જનમ જનમના સાથીમાં જોય જોય થાકી…સુપર હીટ ગીત છે. જયશ્રી યમુના મંથનમાં..યમુનાષ્ટક ગાઈને લતાજીએ ગુજરાતી ગીત સંગીતને એક નવો વળાંક આપી દીધો હતો.

આ સિવાય લતા મંગેશકરે માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોર …, દીકરી તો પારકી થાપણ કહેવાય …,વૈષ્ણવ જનતો …, હે કાનુડા તોરી ગોવાલણ…,હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે… જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષા સિવાય પણ લત્તા મંગેશકરે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડા, ઓડિયા, આસમીસ, પંજાબી, બંગાળી, ભોજપુરી, નેપાળી, ઉર્દુ, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી અને મણીપુરી ભાષામાં પણ ગીતો ગાયા છે.

Most Popular

To Top