ન્યૂયોર્કમાં મહાત્મા ગાંધીની તાંબાની મૂર્તિ ખંડિત કરાઈ

ન્યૂયોર્ક(New York): ન્યૂયોર્ક શહેરની એક વસાહતમાં શનિવારે (Saturday) મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) એક તાંબાની મૂર્તિ (Idol) ખંડિત (Fractured) કરવામાં આવી હતી, આ કૃત્યની અહીંના ભારતીય દૂતાવાસે (Indian Embassy) ટીકા કરી હતી. 8 ફીટ ઊંચી મૂર્તિ મેનહટ્ટનના યુનિયન સ્ક્વેરમાં સ્થાપિત હતી. અમુક અજાણ શખ્સોએ તેને ખંડિત કરી હતી એમ ભારતના દૂતાવાસે કહ્યું હતું. ‘દૂતાવાસ મૂર્તિની તોડફોડના આ કૃત્યુની સખત શબ્દોમાં ટીકા કરે છે’, એમ દૂતાવાસે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે આ બાબતને સ્થાનિક વહીવટીતંત્ર સામે ઉઠાવવામાં આવી હતી.

  • દૂતાવાસ મૂર્તિની તોડફોડના આ કૃત્યુની સખત શબ્દોમાં ટીકા કરે છે
  • આ મૂર્તિ ગાંધી મેમોરીયલ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા દાન કરવામાં આવી હતી
  • આ પહેલી વખત નથી કે અમેરિકામાં મહાત્મા ગાંધીની મૂર્તિ તોડવામાં આવી હતી

‘આ બાબત અમેરિકાના ગૃહ મંત્રાલય સામે પણ ઉઠાવવામાં આવી હતી, આ ધિક્કારપાત્ર કૃત્યની તાકીદે તપાસ અને આ માટે જેઓ જવાબદાર છે તેમની વિરૂદ્ધ યોગ્ય પગલાં લેવાની માગ કરાઈ હતી’, એમ દૂતાવાસે કહ્યું હતું. આ બનાવથી અહીં રહેતા ભારતીય સમુદાયને આઘાત લાગ્યો હતો.
આ મૂર્તિ ગાંધી મેમોરીયલ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા દાન કરવામાં આવી હતી અને તેને મહાત્મા ગાંધીની 117મી જયંતિના અવસર પર 2 ઓક્ટોબર, 1986ના રોજ સ્થાપિત કરાઈ હતી.

આ મૂર્તિને વર્ષ 2001માં હટાવીને તેમાં સુધારકામ કરી વર્ષ 2002માં એક ગાર્ડનમાં ફરીથી સ્થાપિત કરાઈ હતી. આ પહેલી વખત નથી કે અમેરિકામાં મહાત્મા ગાંધીની મૂર્તિ તોડવામાં આવી હતી.

Most Popular

To Top