કોરોના ઢીલો પડતાં ગુજરાતમાં સોમવારથી ઓફલાઈન શાળા શરૂ કરવાનો સરકારનો નિર્ણય

અમદાવાદ(Ahmedabad): કોરોનાના (Corona) કેસોમાં ઘટાડો થતાં રાજયસરકાર દ્વારા શિક્ષણ (Education) અંગે મહત્વપૂર્ણ નિર્ણય લોવામાં આવ્યો છે. રાજયસરકારે સોમવારથી (Monday) શાળાઓ (School) શરૂ કરવામાટેની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથેની કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ કેસોના ધટવા સાથે વિદ્યાર્થીઓને (Student) અભ્યાસમાં કોઈ પણ જાતની અટચણ ન આવે તે હેતુથી સોમવાર 7મી ફેબ્રુઆરીથી જૂની કોરોનાની ગાઈડલાઇન મુજબ ધોરણ 1થી 9નું ઓફલાઇન શિક્ષણ વાલીઓની સંમતિથી શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

શાળાઓ શરૂ કરવામાટે ખાનગી શાળાના સંચાલકોનું દબાણ
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવાતા ધોરણ 1થી 9ના ઓફલાઈન ક્લાસ ફરીવાર શરૂ કરવા માટે ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા હતા. તેઓએ સરકાર સમક્ષ આ અંગેની પોતાની રજૂઆત પણ કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની એક મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઓનલાઈન શિક્ષણથી બાળકોમાં જોવા મળી રહ્યાં છે આ લક્ષણો
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા બે માસથી બાળકો ફરી શાળાએ આવવાનું શરૂ થતાં ધીમે ધીમે સેટ થયાં હતાં અને ભણવાનું સારી રીતે શરૂ કર્યું હતું. ત્યારે ફરી એક વખત શાળા બંધ થતાં વિદ્યાર્થીઓને મોટો લોસ થઇ રહ્યો છે. ઓનલાઇન શિક્ષણનાં કારણે બાળકોનું ચીડિયા થવું, આંખમાં દેખાવાની સમસ્યા, મોબાઇલનું વળગણ વગેરે દૂષણનો ભય પણ વાલીઓને સતાવતો હોય છે, એવું મનોવિજ્ઞાનના સર્વેમાં પણ સામે આવ્યું છે. ત્યારે બાળકોના હિતને ધ્યાનમાં રાખી શાળા શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે.

Most Popular

To Top