રાજ્યના ગૃહમંત્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટ્વિટ કરનાર બીલીમોરાના યુવકની ધરપકડ

બીલીમોરા(Billimora): બીલીમોરાના યુવકે તેના ટ્વિટર એકાઉન્ટ (Twitter Account) ઉપર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વિવાદાસ્પદ ટ્વિટ કરતા ભાજપના કાર્યકરે ફરિયાદ (Complaint) નોંધાવતા પોલીસે (Police) યુવકની ધરપકડ કરી છે.

પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા (Print And Electronic Media) સાથે સોશિયલ મીડિયા (Social Media) લોકો સુધી પોતાની વાત કહેવા માટે મહત્વનું માધ્યમ બની રહ્યું છે. આ સોશિયલ મીડિયા સાઇટ પર રાજકીય નેતા તેમજ પાર્ટીના એકાઉન્ટમાં (Account) બનેલા છે. જેના દ્વારા તેઓ પોતાની અને પક્ષની વિચારધારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગણદેવીના ઉપલા ફળીયા, ગોંયદી ભાઠલાના ડેનીસ નટવરલાલ પટેલે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તે ભાજપના કાર્યકર્તા છે અને ગણદેવી તાલુકાના પક્ષના આઈ.ટી. સેલમાં સોશિયલ મીડિયા દ્વારા માહિતી પોસ્ટ કરે છે. તેમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી @MehtaHitanshu નામના ટ્વીટર એકાઉન્ટ પરથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને @MehtaHitanshu એ ન શોભે તે રીતે ભાષા વાપરી અભદ્ર શબ્દોનો પ્રયોગ કરી ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં વિવાદિત સ્ક્રીન શોટ અને ટ્વિટ કરવામાં આવેલાની લિંક સામેલ કરી પોલીસને ફરિયાદ કરી હતી. બીલીમોરા પોલીસે વિવાદિત સ્ક્રીન શોટ અને લિંક જોઈ @MehtaHitanshu ના નામે ટ્વિટર એકાઉન્ટ ધરાવતા શખ્સ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિવાદિત ટ્વિટ પોસ્ટ કરનાર હિતાંશું જયેશભાઇ મહેતાની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો. જેની વધુ તપાસ બીલીમોરા પોલીસ કરી રહી છે.

Most Popular

To Top