કચ્છ(Kutch): માતાના મઢમાં મંગળ ગ્રહ (Mars) જેવી જમીન (Land) મળ્યા પછી એવી હવે નાસા (NASA) સફેદ રણમાં (White Desert) મંગળનું કનેક્શન (Connaction) શોધવા કચ્છ (Kutch) પહોંચ્યુ છે. નાસા (NASA) ના વિજ્ઞાનીઓને (Scientist) મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ (Solt Kristal) બાદ હવે કચ્છના સફેદ રણમાં જોવા મળતા ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. ફેબ્રુઆરીમાં (February) એમિટી યુનિવર્સીટી, કચ્છ યુનિવર્સીટી અને નાસાનો સંયુક્ત પ્રોજેક્ટ અમલમાં આવશે. આ પ્રોજેકટમાં સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ બાદ વિશ્વના પ્રસિઘ્ઘ એવાં સફેદરણ અને મંગળની જમીનના ‘સંબંધ’ નો ખુલાશો થશે. કચ્છના સફેદ રણમાં ચંદ્ર જેવા આભાસ બાદ હવે મંગળની પણ અનુભૂતિ થશે.
નાસાની ટીમને મંગળ ગ્રહનું કચ્છ સાથેનુ સીઘુ કનેક્શન મળી આવ્યુ છે. ફેબ્રુઆરીમાં નાસાની ટીમ કચ્છ આવશે અને મંગળ ગ્રહ પર મળતા હાઈપર સેલાઈન વોટરમાં થતા બેક્ટેરિયાની તપાસ કરશે. આ તપાસ દરમ્યાન તેઓ સફેદ ક્રિસ્ટલનુ મંગળ ગ્રહ સાથે કનેક્શન શોધશે. આ એક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા છે. જો ટેસ્ટ દરમ્યાન DNAના સમાન ગુણો મળશે તો ભવિષ્યમાં મંગળ પરના અનેક રહસ્યો કચ્છના સફેદ રણમાં મીઠા થકી ઉકેલી શકશે.
અગાઉ માતાના મઢમાં મળ્યુ હતું મંગળ કનેક્શન
અગાઉ માતાના મઢમાં જેરોસાઇટ મળ્યા બાદ મંગળ ગ્રહ જેવી સપાટી મળી હતી. કચ્છમાં અનેક એવી રહસ્ય જગાવતી બાબતો છે જે વૈજ્ઞાનિકોને કુતૂહલ સર્જે છે. નાસાની ટીમનુ મંગળ ગ્રહ સાથેનુ કનેક્શન રિસર્ચની દુનિયામાં મોટુ પરિવર્તન લાવી શકે છે.