નેટવર્કિંગની નેક્સ્ટ જનરેશન 5Gથી દોડશે ભારતની દરેક જનરેશન

નવી દિલ્હી(New Delhi): ભારતમાં (India) લોકો 5G સર્વિસ માટે ખૂબ ઉત્સૂક છે. આ વર્ષે રજૂ થયેલા બજેટમાં (Budget)5G સર્વિસ (Service) કયારથી શરૂ થશે તે અંગેનો સમ રજૂ કરી દેવામાં આવ્યો છે. ભારતમાં 2022-23માં 5G મોબાઈલ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે. બજેટ દરમ્યાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એ જણાવ્યું કે વર્ષ 2023ની શરૂઆતમાં કોર્મશિયલ 5G સર્વિસ મળતી થઈ જશે. આ સાથે તેઓએ જણાવ્યું કે સરકાર 2022માં 5G સ્પેકટ્રમની નીલામી કરશે પરંતુ તેની શરૂઆત તો 2023માં જ થશે. આ સાથે 2022 સુઘી ટેલિકોમ કંપનીઓને ટ્રાયલ માટેની પરવાનગી આપવામાં આવી છે.

  • 2022 સુઘી ટેલિકોમ કંપનીઓને ટ્રાયલ માટેની પરવાનગી આપવામાં આવી
  • 5G એ મોબાઇલ નેટવર્કની નેક્સ્ટ જનરેશન
  • માત્ર થોડી મિનિટોમાં હાઇ ડેફિનેશન મૂવી ડાઉનલોડ કરી શકાશે
  • ઓફિસ કે રસ્તામાંથી ઘરની એસેસરિઝને ઓપરેટ કરી શકાશે
  • બફરિંગ શું છે તે લોકો ભૂલી જશે

શહેરની વસ્તી સાથે હવે નેટવર્કિંગ સ્પીડથી ગામડાઓ સ્પીડમાં દોડશે. વર્ષ 2025 સુઘી દેશના તમામ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચી જશે. આ માટે પીપીપીના માઘ્યમનો ઉપયોગ કરવામાં આવશે. પીપીપી એવું માઘ્યમ છે કે જેના દ્વારા દેશ તેમજ ગામડાઓના દૂર દૂરના વિસ્તારો સુધી ઓપ્ટિકલ ફઈબર પહોંચાડવાથી બ્રોડબેંડ તેમજ મોબાઈલ સર્વિસ માટેના રિસર્ચ તેમજ ડેવલ્પમેંટને પ્રોત્સાહન મળશે.

લાંબા સમયથી ભારતીય ટેલિકોમ કંપનીઓ અને યુઝર્સ 5Gના આગમનની રાહ જોઈ રહ્યા હતા. 5Gના આગમન સાથે વપરાશકર્તાઓ તેમના 5G સ્માર્ટફોનનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત 5G ના આગમન સાથે દેશભરના ઇન્ટરનેટ વપરાશકર્તાઓને હાઇ-સ્પીડ, નેટ સર્ફિંગ અને ઝડપી વિડિઓ સ્ટ્રીમિંગનો નવો અનુભવ મળશે.

5G એ મોબાઇલ નેટવર્કની નેક્સ્ટ જનરેશન છે, જે યુઝર્સને નેટવર્ક સ્પીડ જેમ કે રોકેટ સ્પીડ, HD સર્ફિંગ કોઈપણ વિક્ષેપ વિના આપશે. આ સાથે, તે ઘણું બધું આપશે, જે તમારા ઓનલાઈન સર્ફિંગને એક અલગ અનુભવ આપશે. 5G સેલ્યુલર સેવામાં નવીનતમ તકનીક, જેને તમે 4G નેટવર્કનું આગલું સંસ્કરણ પણ કહી શકો છો. જો તમે 5G માં ઇન્ટરનેટ સ્પીડ વિશે વાત કરીએ તો તેમાં ઇન્ટરનેટ સ્પીડ 4G કરતાં ઘણી વધારે મળશે. 4Gની પીક સ્પીડ જ્યાં 1 Gbps સુધી. તો 5G માં તે 20 Gbps એટલે કે 20 GB પ્રતિ સેકન્ડ સુધી હશે. 5G માં તમે માત્ર થોડી મિનિટોમાં હાઇ ડેફિનેશન મૂવી ડાઉનલોડ કરી શકશો.

Most Popular

To Top