વાપી : વાપીના (Vapi) ચલા વિસ્તારમાં રહેતી ફીઝીયોથેરાપી સેન્ટરમાં નોકરી (Job) કરતી પરિણીતાને તેના મુંબઇમાં (Mumbai) રહેતા પતિ તેમજ સાસુ-સસરા દહેજની માગણી કરીને ત્રાસ આપતા તબીબ પરિણીતાએ વાપી ટાઉન પોલીસ (Police) મથકમાં સાસરિયાંઓ સામે દહેજ તેમજ માનસિક ત્રાસની ફરિયાદ (Complaint) લખાવતા પોલીસે ગુનો નોંધી પતિ મહેશ ઇશ્વરી નારાયણ શર્મા, સસરા ઇશ્વરી નારાયણ શર્મા તેમજ સાસુ મંજુ ઇશ્વરી નારાયણ શર્માની અટકાયત કરી છે.
વાપીની ચલા જેવા પોસ વિસ્તારમાં રહેતી તબીબના લગ્ન ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૫ના વર્ષમાં મહેશ્વરી ભવન ખાતે સમાજના રિવાજ મુજબ થયા હતા. મુંબઇ મુલુંદ વેસ્ટમાં રહેતા પતિ મહેશ શર્મા તેમજ સસરા તથા સાસુ તબીબ પરિણીતાને વારંવાર કહેતા કે ‘તારા મમ્મી-પપ્પા પાસેથી દહેજમાં કાંઇ લાવી નથી. ત્યારે તેનો પતિ મહેશ કહેતો કે તારા પપ્પાએ ખર્ચો આપ્યો હોત તો હું તને ફરવા માટે લઇ જાત અને તને સારી રીતે રાખતે. પરિણીતાને તેનો પતિ રાત્રે દારૂ પીને આવીને વારંવાર માર મારી પરેશાન કરતો હતો. લગ્નના બે વર્ષ પછી પરિણીતા પ્રેગ્નેટ થઇ હતી. ત્યારે પરિણીતાને જાતે રસોઈ બનાવવા દેતા નહીં. સાસુ કહેતા કે અમે જે બનાવીએ તે ખાઇ લેવાનું. આપણે બે ચુલા નથી બનાવવા. આમ પરેશાન કરી પરિણીતાને હોસ્પિટલ પણ લઇ જતા ન હતા. ત્યારબાદ નવ મહીના પુરા થતા નોર્મલ ડીલીવરી માટે ફોર્સ કરતા ડોક્ટરે સીઝેરીયન કરવાનું જણાવતા પરિણીતાએ તેના માતા-પિતાને સાસરીમાં બોલાવ્યા હતા. ત્યારે મુલુંદમાં હોસ્પિટલમાં સીઝેરીયન કરીને ડીલીવરી કરી હતી. જન્મેલા બાળકને લેટ ડીલીવરી કરવાથી શ્વાસ લેવામાં તકલીફ હતી તેથી બાળકનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પરિણીતા વાપી તેના પિતાને ત્યાં આવી ગઇ હતી. બે મહિના બાદ પતિ ફરી મુંબઇ લઇ ગયો હતો. ત્યાર બાદ પણ વારંવાર ગાડી તેમજ પૈસાની માગણી કરતા સાસરિયાંઓ પતિના બીજા લગ્ન કરવા માટે છૂટાછેડા આપવા પ્રેરીત કરતા હતા. પરિણીતાને છોકરા નથી થતા તેવું કારણ બતાવી વારંવાર તેનો પતિ માર મારતો હતો. ૭-૨-૨૦૧૯ના રોજ સાસરિયાંઓએ પરિણીતાના પિતાને ફોન કરીને તમારી છોકરીને લઇ જાઓ તેવું કહ્યું હતું. તે સમયે પતિ અને સાસુએ કહ્યું હતું કે તું ફરી અહીં આવીશ તો તને જાનથી મારી નાખીશું. તે દિવસે પરિણીતાના ભાઇને સાથે મુંબઇથી વાપી આવી ગઇ હતી. આ બનાવમાં વાપી ટાઉન પોલીસે તબીબ પરિણીતાની ફરિયાદને આધારે ગુનો નોંધી સાસરિયાંઓની અટકાયત કરી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.