શાળાએ ગામનું ઘરેણું, પરંતુ ઘરેણું જ જર્જરિત હોય તો વિધાર્થીઓનું શું: ધારાસભ્ય

ખેરગામ : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના (School) તમામ વર્ગો (Class) જર્જરિત હાલતમાં હોવાથી નવનિયુક્ત સરપંચ સુનિલભાઈ સાથે ધારાસભ્ય અનંતભાઈ પટેલે (Anant Patel) શાળાની મુલાકાત લીધી હતી.

વાંસદા ચીખલી અને ખેરગામના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા હાલે જર્જરિત પ્રાથમિક શાળાના ઓરડાની મુલાકાત લઈ જઈ રહ્યા છે. ત્યારે તોરણવેરાના નવનિયુક્ત સરપંચ દ્વારા ધારાસભ્યને આમંત્રણ આપવા આવ્યું જેમાં શાળાની એસ.એમ.સી સાથે રાખીને નિરીક્ષણ કર્યું હતું. એક થી આઠ ધોરણ સુધીની શાળામાં 262 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં એક થી આઠ વર્ગોની જરૂર છે. સ્થાનિક એસ એમસીના સભ્ય 2016માં માગણી કરવામાં આવી હતી. છતાં પણ આજદિન સુધી આ શાળાના ઓરડા બની રહ્યા નથી. ત્યારે સરકાર આદિવાસી વિધાર્થીઓ ભણાવવાની વાતો કરે છે. ત્યારે શાળાના ઓરડાઓનું નવું બાંધકામ કરવામાં નહીં આવે ત્યાં સુધી ડ્રોપ આઉટ રેસિયો વધશે. શાળામાં આવવા માટે વિધાર્થીઓને આકર્ષવા માટે પ્રાથમિક શાળા નવા રંગ રૂપમાં લાવવું પડશે. આ પ્રાથમિક શાળાના જુના ઓરડા 1974/75 માં બનાવવામાં આવ્યા હતા. જેના નળીયા તેમજ છત તૂટેલી હાલતમાં છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાય ન વધે એની સરકાર પૂરેપૂરી તકેદારી રાખી રહી છે. આજની મુલાકાત પ્રસંગે સરપંચ સુનિલભાઈ, મગનભાઈ, અશ્વિનભાઈ, એ.એમસી પ્રમુખ મુકુંદભાઈ, રાજેશભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


શાળાના જર્જરિત ઓરડામાં વિધાર્થીઓ બેસી શકતા નથી

આ બાબતે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાના ઓરડા એટલી હદ સુધી જર્જરિત છે કે એવા ઓરડામાં વિધાર્થીઓ બેસી શકતા નથી. સરકાર પૂરેપૂરી તકેદારી રાખી રહી છે કે આદિવાસી વિસ્તારના વિધાર્થીઓ ભણી શકે નહીં સારી શાળામાં ભણવાનું નહીં મળે.

Most Popular

To Top