ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ માટે મહત્વની હોવાથી દરેકની નજર તેના પર મંડાયેલી છે. અત્યાર સુધી તો ભારતીય જનતાપક્ષે દર્શાવ્યું છે કે તે ઉત્તર પ્રદેશમાં સત્તા ટકાવી રાખવાનો વિશ્વાસ ધરાવે છે કારણ કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજી અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનું નેતૃત્વ છે. પરંતુ ભારતીય જનતા પક્ષમાંથી કેટલાક પ્રધાનો અને ધારાસભ્યો રાજીનામું આપી અખિલેશ યાદવની આગેવાની હેઠળના સમાજવાદી પક્ષમાં જોડાતાં ભારતીય જનતા પક્ષના વિશ્વાસ અંગે કેટલાકને શંકા જવા માંડી છે. આ રાજીનામા પાછળના કારણો સમજવા જોઇશે. 2017ની ચૂંટણી દરમ્યાન ભારતીય જનતા પક્ષ પછાત વર્ગો અને દલિતો પર સારો કાબુ ધરાવતા સ્થાનિક સ્તરના 100 નેતાઓને પક્ષમાં સમાવ્યા હતા. મોટા ભાગનાઓએ ભારતીય જનતા પક્ષમાં જોડાવા બહુજન સમાજ પક્ષ અને સમાજવાદી પક્ષ છોડયો હતો. આ નેતાઓ અને નાના પક્ષો સાથે જોડાઇને ભારતીય જનતા પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં 3/4 બહુમતી મેળવી હતી.
હવે ભારતીય જનતા પક્ષ રાજયના રાજકારણમાં મોટું બળ બની ગયો છે અને ઘણા પછાત વર્ગોમાં તેનો પાયો છે. તેને હવે આવા ઘણા નાના પક્ષો અને તેના નેતાઓની જરૂર નથી. પક્ષના નેતાઓને પૂરો વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશના લોકો મોદી અને યોગીને મત આપશે. તેથી જ આ પક્ષના નેતાઓ કુદકા મારવા માટે અપેક્ષિત લોકોને ટિકીટ આપવાનો ઇન્કાર કરે છે. જે નેતાઓએ રાજીનામું આપ્યું છે તેને ખબર પડી છે કે ભારતીય જનતા પક્ષના નેતાઓ તેમને અને તેમના સગાંઓને ટિકીટ નહીં આપે.
બીજી તરફ અખિલેશ યાદવ મોટા ભાગના નાના પક્ષો અને તેમના નેતાઓને પોતાની છાવણીમાં લેવા માટે પ્રયત્ન કરવામાં વ્યસ્ત છે. આ નેતાઓ અને તેમના સગાઓને ટિકીટ આપવાનું તેમણે વચન આપ્યું છે. ખરેખર તો અખિલેશની સમસ્યાઓ પણ વધી રહી છે. તેમણે જાહેર કર્યું છે કે ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામું આપનાર હવે કોઇ પણ વધુ નેતાને મારા પક્ષની તંગદિલી શાંત કરવા હું લેવાનો નથી. અખિલેશે ઘણા જ્ઞાતિ આધારિત નાના પક્ષો સાથે જોડાણ કર્યું છે. વિધાનસભાની બેઠક સંખ્યા 403 છે અને તેમણે પોતાના પક્ષના આધારની રક્ષા કરવા સાથે આ તમામને સમાવવાના છે. પોતાના પક્ષના નેતાઓ અને કાર્યકરોને રાજી રાખવા અખિલેશે સમતોલન માટે મોટા પ્રયત્નો કરવા પડશે.
અત્યારે અખિલેશના સાથીઓમાં તેમના પોતાના કાકા શિવપાલ સિંહ યાદવ (પ્રગતિશીલ સમાજવાદી પક્ષ), ઓમપ્રકાશ રાજભર (સુહેલદેવ ભારતીય સમાજ પક્ષ), કેશવ દેવ મૌર્ય (મહાન દળ), સંજય ચૌહાણ (જનવાદી પાટરી, સોશ્યલિસ્ટ), શિવ પટેલ (અપના દલ- કે) અને મસૂદ અહમદ (આર.એલ.ડી.) 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 300થી વધુ બેઠકોના પ્રચંડ જનાદેશ સાથે સત્તા પર આવ્યો ત્યારે તેને મોદીના જાદુ અને હિંદુત્વ અને જ્ઞાતિ રાજકારણના સંયોજનના ચાલતા પ્રયાસોનું પરિણામ ગણવામાં આવ્યું હતું. લોકસભાની 2014ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો આ માસ્ટર સ્ટ્રોક હતો અને સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષના ભવ્ય જોડાણને પછાડી ભારતીય જનતા પક્ષ ફરી સફળ થયો હતો. આમ છતાં 2022ની વિધાનસભાની ચૂંટણી પર નજર નાંખતા લાગે છે કે હિંદુત્વના મોટા છત્ર હેઠળ જ્ઞાતિ આધારિત પક્ષોને સમાવવાના ભારતીય જનતા પક્ષના પ્રયાસો જોખમમાં છે.
અત્યાર સુધી અન્ય પછાત જાતિના ત્રણ પ્રધાનો સહિત અગ્યાર ધારાસભ્યોએ ભારતીય જનતા પક્ષ છોડયો છે. તેમને પક્ષની ટોચની નેતાગીરી કરતા યોગી આદિત્યનાથ સાથે વધુ વાંકુ પડયું છે. અન્ય પછાત વર્ગોમાં તેમજ બ્રાહ્મણોમાં જે ગણગણાટ થાય છે તે જોતાં ‘બ્રાન્ડ યોગી’એ પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિ ગણિતને હચમચાવી નાંખ્યું છે. પણ યોગીની અપીલ હિંદુત્વની મૂર્તિ બનવામાં નહીં પણ છેલ્લા પાંચ વર્ષમાં કોમન સરકારની સિધ્ધિઓમાં રહી છે. મતદારો 2012 અને 2017 વચ્ચેની અખિલેશ યાદવની સરકાર કરતાં યોગી સરકારનો વહિવટ કેટલો સારો છે તે જોઇને મતદાન કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.