ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં દિવસેને દિવસે કોરોના (Corona) વધુને વધુ આક્રમક બની રહ્યો છે. કોરોના રોજ એક હજારથી વધુ નવા કેસ (Case) નોંધાઈ રહ્યા છે. શુક્રવારે (Friday) કોરોના કેસનો આંક પાંચ હજારને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5396 કેસ નોંધાયા છે. જ્યારે સુરત (Surat) ગ્રામ્યમાં કોરોના એક દર્દીનું મૃત્યુ થયું છે. બીજી તરફ શુક્રવારે કોરોનાના 1158 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કેસ વધવાની સાથે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા આજે 18583 નોંધાઈ છે. જેમાંથી 19 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 18564 દર્દી સ્ટેબલ છે.
રાજ્યમાં શુક્રવારે ખાસ કરીને મહાનગરોમાં કોરોના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌથી વધુ કેસ અમદાવાદ મનપામાં નોંધાઈ રહ્યા છે. શુક્રવારે પણ અમદાવાદ મનપામાં 2281 કેસ નોંધાયા છે. રાજ્યના અન્ય શહેરોમાં જોઈએ તો સુરત મનપામાં 1350, વડોદરા મનપામાં 239, વલસાડમાં 142, રાજકોટ મનપામાં 203, આણંદમાં 133, ખેડામાં 104, સુરત ગ્રામ્યમાં 102, કચ્છમાં 92, ગાંધીનગર મનપામાં 91, રાજકોટ ગ્રામ્યમાં 69, ભાવનગર મનપામાં 51, ભરૂચમાં 50, નવસારીમાં 49, મહેસાણામાં 48, વડોદરા ગ્રામ્યમાં 42, જામનગર મનપામાં 40, મોરબીમાં 34, અમદાવાદ ગ્રામ્યમાં 30, સાબરકાંઠામાં 28, અમરેલીમાં 20, જૂનાગઢ મનપામાં 19, બનાસકાંઠામાં 17, દાહોદમાં 17, પંચમહાલમાં 16, ભાવનગર ગ્રામ્ય 12, અરવલ્લીમાં 11, દેવભૂમિ દ્વારકામાં 10, જામનગર ગ્રામ્યમાં 10, મહિસાગરમાં 10, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 9, નર્મદામાં 6, તાપીમાં 6, પાટણમાં 3, જુનાગઢ ગ્રામ્યમાં 2, નવા કેસ નોંધાયા છે. જ્યારે બોટાદ, છોટાઉદેપુર, ડાંગ અને પોરબંદર જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. શુક્રવારે સુરત ગ્રામ્યમાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ થતાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 10,128 દર્દીઓના મોત થયા છે.
વધુ 3.18 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું
રાજ્યમાં શુક્રવારે દિવસ દરમ્યાન 3.18 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 11831 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 33334 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 101974 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 89721 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15થી 18 વર્ષ સુધીના 144793 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજ્યના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,27,18,337 લોકોને રસી આપવામાં આવી છે.
રાજ્યમાં હાલમાં ઓમિક્રોનના સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 44 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 204 કેસો નોંધાયા છે. જ્યારે 160 દર્દી સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ છે. જેમની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને ટ્રાવેલ હિસ્ટ્રી નથી, તે બન્ને પ્રકારના દર્દીઓને ઓમિક્રોનનું સંક્રમણ થયું છે. જો કે શુક્રવારે રાજ્યમાં ઓમિક્રોનના સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી.