ગાંધીનગર(Gandhinagar) : ગઈકાલે ગુજરાત (Gujarat) રાજ્યના પાંચ સનદી અધિકારીઓ કોરોના (Corona) સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે. બીજી તરફ સચિવાલયમાં વિવિધ વિભાગમાં ફરજ બજાવતાં 25 જેટલા કર્મચારીઓ સચિવાલયમાં સંક્રમિત થયાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી નથી તેનું કારણ વાઇબ્રન્ટ સમિટ (Vibrant Summit)પર સીધી અસર જોવા મળશે. એકીસાથે આટલા બધા કર્મચારીઓ સંક્રમિત થવાના કારણે સચિવાલયના કર્મચારીઓના ફફડાટ ફેલાયો છે.
રાજયમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે વહીવટી હબ એવા સચિવાલયના વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં કોરોના વિસ્ફોટ થયો છે સરકાર દ્વારા એક બાજુ વાઇબ્રન્ટ સમિટની તૈયારી શરૂ કરવામાં આવી છે તો બીજી બાજુ કોરોના વધતા કે વચ્ચે કર્મચારીઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે. ગઈકાલે પાંચ સનદી અધિકારીઓ સંક્રમિત થયા હતા. વિગતો સત્તાવાર રીતે બહાર આવી છે ત્યારે અને જગ્યા પર ફરજ બજાવતા ના કર્મચારીઓ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. અને ગણગણાટ શરૂ થયો છે કે આ સમિટ રોકવામાં આવે તે સારૂ. તો બીજી તરફ કોરોના ના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે 5000 જેટલા કર્મચારીઓને વાઇબ્રન્ટ ગુજરાતની વિશેષ જવાબદારીઓ સોંપી છે. આ તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે. જેમાં પોલીસ વિભાગ,આરોગ્ય વિભાગ, મહેસુલ વિભાગ ના કર્મચારીઓ ખડે પગે ફરજ બજાવશે. આ તમામ કર્મચારીઓ કોરોના ને લઈને માનસિક સ્થિતિ ખરાબ થવા પામી છે.
રાજ્યમાં ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને વેક્સિનેશનનો વ્યાપ વધારાશે : પંકજકુમાર
રાજયમાં કોરોનાના કેસો વધી જતાં ચીફ સેક્રેટરી પંકજકુમાર રાજયમાં મહાનગરો તથા જિલ્લા કલેકટોર સાથે વીડિયો કોન્ફરસન્સ યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પંકજકુમારે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે રાજ્યમાં ટ્રેકિંગ-ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરી ને પ્રાધાન્ય આપીને સઘન આયોજન કરવા માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
મુખ્ય સચિવ પંકજકુમારે મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા કલેકટરોની સાથે કોરોનાના સંક્રમણને રોકવા માટે સંભવિત વિસ્તારોમાં સામેથી કેસો શોધવા માટે આરોગ્યની ટીમોને પ્રોએક્ટિવ ભૂમિકા દાખવીને પ્રિવેન્ટિવ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે કોવિડ પ્રોટોકોલના ચૂસ્ત પાલન, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન, ઓપીડી કેસોનું રોજબરોજ મોનિટરિંગ કરીને તાવ, ઉધરસના કેસો સંદર્ભે ખાનગી હોસ્પિટલો તથા IMA સાથે સંકલન કરી કોરોના નિયંત્રણ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવે વધુમાં ધન્વંતરી રથ અને સંજીવની રથના રોજ-બરોજ મોનિટરિંગ કરીને કેસ પર ધ્યાન રાખવા સૂચના આપી હોસ્પિટલોમાં જિલ્લાઓ દ્વારા કરાયેલ તૈયારીઓની પણ સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યુ હતું.
તેમણે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં જે કેસો આવી રહ્યા છે તેના પરથી દૈનિક મોનિટરિંગ કરીને આવનાર દિવસોમાં સંભવતઃ કેસો વધે તો તે અંગે ઝીરો કેઝ્યુલિટી માટે કેવી તૈયારીઓ રાખવી અને શું આયોજન કરવું તે અંગે સવિસ્તૃત માહિતી પૂરી પાડીને તમામને આ અંગે જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી હતી.