Gujarat

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 મહિનામાં 12 વખત ગુજરાતના પ્રવાસે આવશે

ગાંધીનગર(Gandhinagar) : પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા હવે વિધાનસભાની ચૂંટણીની (Election) તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલના (C.R.Patil) અધ્યક્ષસ્થાને કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) હવે 10 માસની અંદર 12 વખત ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી રહ્યા છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી પીએમ મોદીની સભાઓ યોજાનાર છે.

  • ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
  • પીએમ નરેન્દ્ર મોદી હવે 10 માસની અંદર 12 વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે
  • વન ડે વન ડિસ્ટ્રિક્ટની યોજના અમલમાં મૂકવામાં આવી

પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. પાર્ટી નેતાગીરી એક જિલ્લામાં 36 કલાકનું રોકાણ કરીને સંગઠનને મજબૂત બનાવશે. આ ઉપરાંત પેઇજ કમિટિની રચના પણ પૂર્ણ કરી દેવાશે. પાર્ટીના તમામ સક્રિય કાર્યકરો હવે ચૂંટણીની તૈયારીઓમા લાગી જવા માટે આહવાન કરાયું છે.

દુશ્મનોના ઘરમાં ધુસીને જવાબ આપવાની તાકાત નરેન્દ્ર મોદીએ બતાવી છે : સી.આર.પાટીલ

ભવ્ય કાશી – દિવ્ય કાશીના નિર્માણ માટે આજે પીએમ નરેન્દ્ર મોદીને બારોબાર આશીર્વાદ આપવા આજે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલેની ઉપસ્થિતિમાં વિશાલ ધર્મસભા યોજાઈ હતી. જેમાં રાજયભરમાં ખૂણે ખૂણેથી પધારેલા સંતો મહંતોએ પીએમ મોદીને કાશી વિશ્વનાથ કોરીડોરના નિર્માણ કાર્ય માટે આર્શીવાદ પાઠવ્યા હતાં.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરમાં મંદિરોના જીર્ણોદ્ધારનુ કાર્ય ઉપાડ્યું છે. જેના ભાગરૂપે કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો છે. પાટીલે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ દુશ્મનની આંખમાં આખ નાંખીને વાત તો કરી જ છે, પરંતુ તેમના ઘરમાં ઘૂસીને પ્રહાર પણ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહયું હતું કે પીએમ નરેન્દ્ર મોદી જે બોલે છે તે કરીને બતાવે છે. કોવીડ-19માંથી પણ મોદીએ દેશને બહાર કાઢયો છે.

Most Popular

To Top