Comments

કાશીએ નવાં રૂપરંગ ધારણ કર્યાં

News18 Afternoon Digest: Mortal Remains of All 10 Others Killed in CDS Gen  Bipin Rawat Chopper Crash Identified; With PM in Varanasi, BJP MPs to See  Live-streaming of Kashi Vishwanath Dham Unveiling

પહેલાં સોમનાથને નવી ઓળખ મળી. પછી કેદારનાથને નવી ઓળખ મળી. હવે કાશી. આ અત્યંત પ્રાચીન નગર તેના પુનર્વિકાસને કારણે ફરી પ્રકાશમાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 13 મી ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્‌ઘાટન કર્યું. આ કોરિડોર વારાણસીના પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરને ગંગાના ઘાટ સાથે જોડે છે. મોદીએ વારાણસીમાં આ શું કર્યું? તેણે શહેરને નવી ઓળખ આપી કે તેના પ્રાચીન વારસાને ફરી તાજો કર્યો છે? આ બાબતમાં મોટી ચર્ચા થવાની જ છે કારણ કે કેટલાક ટીકાકારોને લાગશે કે મોદીએ પ્રાચીન દરજ્જામાં દખલ કરી છે, પણ વારાણસીનાં લોકો માટે એ માની શકાય તેમ નથી કે તેમના શહેરમાં ખરેખર પરિવર્તન આવે છે.

તમે કયારેય વારાણસી ગયા હો તો તમે કલ્પના કરી શકશો કે આ પ્રોજેકટ કેટલો મહત્ત્વાકાંક્ષી છે. આખરે તો આ શહેર તેની ગંદી ગલીઓ, પેટા ગલીઓ અને ખુલ્લી ગટરો માટે બદનામ હતું. હંમેશા એવું કહેવાતું કે તમે કાશીમાં કંઇ સુધારો નહીં કરી શકો, કારણ કે શિવજીને જ આવું જોઇતું હતું. આભાર માનો કે વારાણસી મોદીનો લોકસભાનો મત વિસ્તાર 2014 માં બન્યો અને મોદીએ તેનું પરિવર્તન કરવાનો પડકાર ઝીલી લીધો. ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં વારાણસીને ફરી વિકાસ કરવાના મોદીનાં કારણો રાજકીય હશે એવો આપણને વિચાર આવે, પણ એ વાતનો તમે ઇન્કાર નહીં કરી શકો કે આ નગરી હાંફી રહી છે અને તેને સ્વચ્છ સુઘડ કરવાની ઝુંબેશની જરૂર છે.

મોદીએ કાશીની અત્યાર સુધીમાં 100 વાર મુલાકાત લીધી છે તેમાંથી 70 વાર મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતી. યાત્રાળુઓ અને ભકતોએ તે મંદિર ફરતેની ગીચ શેરીઓમાંથી અને લત્તાઓમાંથી પસાર થવું પડતું હતું અને યાતનાઓ સહેવી પડતી હતી. કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા જવાનો કોઇ સીધો માર્ગ નહતો. આથી નદી પરના ગંગા ઘાટ અને મંદિરના ચોકને જોડવા માટે વીસ ફૂટ પહોળા માર્ગની યોજના વિચારાઇ હતી. સાંસ્કૃતિક મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે શિવભકતો હવે રોજ સવારે ગંગામાં ડૂબકી લગાવી હવે પ્રત્યક્ષ દેખાતા શિવમંદિરને નિહાળી શકશે.

દેશભરમાં મંદિરોના વિકાસની મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના પ્રમાણે જ કાશી વિશ્વનાથ મંદિરના પુનર્વિકાસની યોજના છે. હજુ થોડા મહિનાઓ પહેલાં મોદીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે સોમનાથ મંદિર સંકુલ અને 2013 માં પ્રલયકારી પૂરથી તબાહ થઇ ગયેલા કેદારનાથ ધામની સજાવટ અને પુનર્વિકાસ યોજના આગળ વધારી છે. મોદીએ આ યોજનાઓને રાષ્ટ્રીય ઘડતર યોજના ગણાવી. પ્રાચીન ભૂમિની ભવ્યતા પુન:પ્રાપ્ત કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. 75 મીટર ફર્શવેધીવાળા કોરિડોર સાથે મોદીએ કાશી વિશ્વનાથ મંદિરને ગંગા સાથે જોડયું છે. રૂા. 900 કરોડના આ પ્રોજેકટમાં 300 જૂની ઇમારતો પ્રાપ્ત કરી તોડી નાંખવાના અને 23 ઇમારતો બાંધવાના કામનો સમાવેશ થાય છે. એક લાખથી વધુ લોકો ગીરદીમાં ભીંસાયા વગર મંદિરે આવ-જા કરી શકશે.

ઇમારતો તોડી પાડવા દરમ્યાન 40 થી વધુ મંદિરો કોંક્રીટ અને પ્લાસ્ટરના થર વચ્ચે દબાયેલા હોવાનું 2019 માં જણાયું હતું. તેમને હવે જાળવી રાખી પ્રોજેકટનો એક ભાગ બનાવ્યો છે. આ મંદિરોમાં ગંગેશ્વર મહાદેવ મંદિર, મનોકામેશ્વર મહાદેવ મંદિર, જય વિનાયક મંદિર અને શ્રી કુંતી મહાદેવ મંદિર મળી આવ્યાં હતાં. આ દરેક મંદિરો સૈકાઓ જૂના છે અને તેના કેટલાક અવશેષો નવી દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયા છે.

અધિકારીઓ કહે છે કે વડા પ્રધાન એવો આગ્રહ રાખતા હતા કે અવરોધરૂપ મિલ્કતો દૂર કરતી વખતે વારસારૂપ બાંધકામોની જાળવણી કરવી જોઇએ. કાશી વિશ્વનાથ ધામ પ્રોજેકટ હવે પાંચ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયો છે. પહેલાં આ સ્થળ માત્ર 3000 ચોરસ જગ્યામાં જ હતું. હવે માત્ર ગીચતા ઓછી કરીને મંદિર સંકુલનું પરિવર્તન કરવાનું છે. સદરહુ પ્રોજેકટનો 70 ટકા વિસ્તાર હરિયાળું આવરણ ધરાવે છે. નવી ઇમારતોમાં યાત્રી સુવિધા કેન્દ્રો, વૈદિક કેન્દ્રો, મુમુક્ષુ ભવન, ભોજન શાળા, સંગ્રહસ્થાન, ફૂડ કોર્ટ, વ્યૂ ગેલેરી વગેરે અનેક સુવિધાઓ હશે. મંદિરની ચારે દિશામાં સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવે તેવી ચાર કમાન છે.

આ પ્રોજેકટના સ્થપતિ બિમલ પટેલ છે, જે નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેકટ સંભાળે છે. મોદીની ઇચ્છા પ્રમાણે જ પહેલા મંદિરના અસલ બાંધકામમાં જરા પણ ફેરફાર કર્યા વગર વિશ્વ કક્ષાની સવલતો સાથે નવી સજાવટ કરી છે. પહેલા તબક્કાના આ પ્રોજેકટ થોડા જ સપ્તાહોમાં લોકો માટે ખુલ્લા મુકાશે. આ પ્રોજેકટને કારણે કાશી અને પાસેના બૌધ્ધ યાત્રા ધામ સારનાથનો પ્રવાસન ઉદ્યોગ વિકસશે.

શિવલિંગ આકારના રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં 1200 લોકો બેસી શકશે અને જુદા જુદા સભા ખંડ, આર્ટ ગેલેરી વગેરે છે. પ્રવાસીઓ માટે ગંગા નૌકાવિહારનું આયોજન કરવામાં આવ્યું છે અને સડક તેમજ રેલવે સ્ટેશનને વધારાની સવલત સાથે નવો ઓપ અપાયો છે. શહેરમાં એલઇડી સ્ક્રીન પર કાશીના વારસાવૈભવની માહિતી અપાશે. ગંગા નદીની અને કાશી વિશ્વનાથ મંદિરની આરતી પ્રસારિત થશે તથા વણકરો અને કારીગરોના લાભાર્થે દીનદયાળ હસ્તકળા સંકુલ પણ 2017 થી ચાલે છે. કાશીમાં જોવાલાયક સ્થળો અને પ્રાચીન 84 ઘાટના સાંસ્કૃતિક મહત્ત્વ વિશેની માહિતી સ્માર્ટ ડિસ્પ્લેથી અપાશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top