Entertainment

88 વર્ષના ધર્મેન્દ્રનું ફરી હાડકું ભાગ્યું?, વીડિયો શેર કરી પોતાને ગણાવ્યા ‘ઝખ્મી શેર..’

નવી દિલ્હી: બોલીવૂડના સુપરસ્ટાર ધર્મેન્દ્ર દેઓલ (Dharmendra Deol) 88 વર્ષની વયે પણ સોશિયલ મીડિયા (Social media) ફ્રેન્ડલી છે. તેઓ સોશિયલ મીડિયા ઉપર તેમના ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે. ત્યારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર આજે તેમણે એક વીડિયો (Video) શેર કર્યો હતો. આ વીડિયો જોયા બાદ ફેન્સની ચિંતા વધી ગઈ છે. કારણ કે વીડિયોમાં ધર્મેન્દ્રના એક પગ ઉપર પ્લાસ્ટર દેખાઇ રહ્યું છે.

ધર્મેન્દ્ર પોતાનો મોટાભાગનો સમય પોતાના ફાર્મ હાઉસમાં વિતાવે છે. જ્યાંથી તે અવારનવાર પોતાના વીડિયો શેર કરે છે. ક્યારેક ધર્મેન્દ્ર તેમના ફાર્મ હાઉસમાં ઉગાડેલા શાકભાજી બતાવતા જોવા મળે છે તો ક્યારેક તેઓ ખેતીની યુક્તિઓ શીખવતા જોવા મળે છે. હવે ધર્મેન્દ્રએ આ ફાર્મ હાઉસમાંથી પોતાનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જે જોયા બાદ હી-મેનના ચાહકો તેમની ખબર પૂછી રહ્યા છે કે તેમને શું થયું છે અને તેમણે પગમાં પ્લાસ્ટર કેમ પહેર્યું છે.

ધર્મેન્દ્ર દ્વારા શેર કરવામાં આવેલા આ લેટેસ્ટ વીડિયોમાં તેઓ ગ્રે સ્વેટશર્ટ અને બ્લુ પાયજામામાં જોવા મળી રહ્યા છે. તેમજ આ વીડિયોમાં ‘શોલે’ સ્ટાર ખુરશી પર બેઠા છે અને તેમના જમણા પગ ઉપર પ્લાસ્ટર જોવા મળી રહ્યું છે. તેમણે વીડિયો સાથે કેપ્શન લખ્યું છે- ‘ઘાયલ શેર… બીઝી અગેન.’

ધર્મેન્દ્રનો આ વીડિયો જોયા બાદ તેમના મોટાભાગના ફેન્સ પૂછી રહ્યા છે કે શું ધર્મેન્દ્રનું હાડકું ફરી ભાંગી ગયું છે? ધર્મેન્દ્રનો આ વીડિયો જોયા બાદ તેના ચાહકોને લાગે છે કે તેના પગમાં કંઈક થયું છે, જેના કારણે તેમને પ્લાસ્ટર લગાડવું પડ્યું છે. જો કે ધર્મેન્દ્રએ તેમના પગ પર આ પ્લાસ્ટર શા માટે હતું અને તેમની સાથે શું થયું તે જણાવ્યું ન હતું. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેમના આ વિડિયોએ તેમના ચાહકોને ચોક્કસ ટેન્શનમાં મૂકી દીધા છે.

ધર્મેન્દ્ર છેલ્લે મુંબઈમાં વોટિંગના દિવસે પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. તેઓ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન કરવા આવ્યા હતા. તેઓ પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે પેપ્સને કહ્યું હતું કે તેમના બે પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ પણ મતદાન કરવા આવશે. ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ મથુરાથી જીતની હેટ્રિક લગાવી છે. હેમાએ ત્રીજી વખત ભાજપ તરફથી લોકસભા ચૂંટણી 2024 જીતી હતી.

Most Popular

To Top