Gujarat

સુરત જિલ્લામાં 8,622 વ્યક્તિ પાસે દારૂની પરમીટ

અમદાવાદ : રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના આંકડા મુજબ અમદાવાદ અને સુરત જિલ્લામાં દારૂની પરમીટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તા. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં 14,862 વ્યક્તિઓ અને સુરત જિલ્લામાં 8,622 વ્યક્તિઓ દારૂની પરમીટ ધરાવે છે., તેવું સરકાર દ્વારા વિધાનસભામાં જણાવવાયું છે. સરકાર દ્વારા વિધાનસભામાં આપેલી વિગતો મુજબ છેલ્લા બે વર્ષ દરમિયાન નવી પરમીટોમાં પણ વધારો નોંધાયો છે.

વર્ષ 2024 દરમિયાન અમદાવાદમાં 357 અને 2025માં 789 નવી પરમીટો આપવામાં આવી હતી. જ્યારે સુરતમાં 2024માં 775 અને 2025માં 476 નવી પરમીટો આપવામાં આવી છે.પરમીટના રીન્યુઅલ બાબતે અમદાવાદમાં 2024 દરમિયાન 3,790 અને 2025માં 3,198 પરમીટોનું નવીકરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2025માં 24 પરમીટો રદ પણ કરવામાં આવી હતી. સુરતમાં 2024 દરમિયાન 1,771 અને 2025માં 4,037 પરમીટોનું રીન્યુઅલ કરવામાં આવ્યું, જ્યારે બંને વર્ષોમાં મળીને માત્ર 2 પરમીટો રદ કરવામાં આવી છે. આ પરમીટોના આધારે સરકારને નોંધપાત્ર આવક પણ થઈ છે. અમદાવાદ જિલ્લામાં 2024માં રૂ. 3.90 કરોડ અને 2025માં રૂ. 3.79 કરોડની આવક થઈ છે. જ્યારે સુરતમાં 2024માં રૂ. 2.01 કરોડ અને 2025માં રૂ. 3.80 કરોડની આવક નોંધાઈ છે.

Most Popular

To Top