અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં વહેલી સવારે એક મોટી દુર્ઘટના(Accident) સર્જાઈ હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એક બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સાતમાં માળેથી લિફ્ટ(Lift) તૂટી(Collapse) પડતા 7 શ્રમિકોના મોત થયા છે. જ્યારે હાલમાં એક શ્રમિક ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
લીફ્ટ તૂટી પડતા મજુરો નીચે પટકાયા
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલી એસ્પાયર ટુ નામની બિલ્ડીંગમાં વહેલી સવારે 9:30 વાગ્યે આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરી રહ્યા હતા. લિફ્ટ સાતમા માળે હતી તે દરમિયાન જ તૂટી જતા મજૂરો નીચે ફટકાયા હતા અને તેઓના મોત થયા હતા. હાલમાં તમામ શ્રમિકોના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ મળતા જ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આ રીતે શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું
મળતી માહિતી મુજબ, બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે લીફ તૂટી પડી હતી. જેથી કુલ 8 લોકો નીચે પટકાયા હતા. 8 પૈકી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં જ્યારે બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં. જેમને આસપાસની બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા હતાં. શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલેન્સમાં મોકલ્યા જે બાદ 15 મિનિટ અન્ય 4 વ્યક્તિઓ -2 બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતાં તેમને બહાર કાઢ્યા અને તે બાદ પંપથી -2 બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા તેમને બહાર કાઢ્યા એમ કુલ 8 મજૂરોને બહાર કાઢ્યા હતા.એક મજૂરે કહ્યું કે, 13માં માળે લિફ્ટનું કામ ચાલતું હતું. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. 6 જેટલા લોકો નીચે પડ્યા હોવાની મને ખબર છે.
મૃત્યુ પામનાર શ્રમિકો
સંજયભાઈ બાબુભાઇ નાયક
જગદીશભાઈ રમેશભાઈ નાયક
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
મુકેશ ભરતભાઈ નાયક
મુકેશભાઇ ભરતભાઇ નાયક
રાજમલ સુરેશભાઇ ખરાડી
પંકજભાઇ શંકરભાઇ ખરાડી
કન્સ્ટ્રક્શન સાઈડના માલિકોનો ઘટનાનો છુપાવવાનો પ્રયાસ
પરંતુ અહીં એક ચોકાવનારી વાત સામે આવી છે આ સમગ્ર ઘટના ને કન્સ્ટ્રક્શન સાઈડના માલિકો દ્વારા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યો છે. કારણ કે આટલી મોટી દુર્ઘટના બન્યા છતાં પણ માલિકોએ ન તો ફાયર બ્રિગેડને બોલાવી કે ન તો પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરી.ચીફ ઓફિસરે આ બાબતે કહ્યું હતું કે અમે મીડિયામાં સમાચાર જોઈને અહીં પહોંચ્યા છે અમને આ બાબતે કોઈપણ પ્રકારની જાણ કે સૂચના કરવામાં આવી નથી.
ઘટનાના ત્રણ કલાક કેમ તંત્રને જાણ ન કરાઈ
આ દુર્ઘટના બાદ અનેક મોટા સવાલ ઉભા થઇ રહ્યા છે. ઘટનાના ત્રણ કલાક સુધી કાર્યવાહી કરવામાં ન આવી. આખરે કેમ કન્સ્ટ્રક્શન સાઈડના બિલ્ડરોએ ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો. આખરે ઘટના પાછળ કોની બેદરકારી છે, જેના કારણે 8 શ્રમિકો મોતને ભેટ્યા. આ ઘટના સમયે કન્સ્ટ્રક્શન સાઈડ પર હાજર એક મજૂરે કહ્યું કે, અહીં કુલ 10 મજૂરો કામ કરતા હતા. અમને અકસ્માતની જાણ થતા જ અમે દોડી આવ્યા હતા.