નવી દિલ્હી: બરેલીના ભોજીપુરા વિસ્તારમાં નૈનીતાલ (Nainital) હાઈવે (Highway) પર શનિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. ભોજીપુરા પોલીસ સ્ટેશનથી થોડે દૂર એક ડમ્પર સાથે અથડાયા બાદ કારમાં આગ (Fire) લાગી હતી. પરિણામે તેમાં સવાર આઠ (Eight) જાનૈયાઓ મૃત્યુ પામ્યા હતા. રાત્રે લગભગ 2.30 વાગ્યે તમામ મૃતકોની ઓળખ થઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બરેલીના ભોજીપુરામાં નૈનીતાલ હાઈવે પર ડમ્પર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી ત્યારે કારનું સેન્ટ્રલ લોક ડમ્પરમાં ફસાઈ ગયું હતું. ત્યાર બાદ ડમ્પરમાં ફસાયેલી કાર સળગી ગઇ હતી. કોઈને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. તેમજ કારમાં સવાર આઠ જાનૈયાઓ આગગની ચપેટમાં આવી ભડથું થઇ ગયા હતાં.
કારમાં સવાર લોકો બરેલી શહેરમાં આયોજિત એક લગ્ન સમારોહમાં હાજરી આપીને બહેડી પરત ફરી રહ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી કારમાંથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. કારની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે લગભગ પાંચ ફૂટ ઊંચા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. તેમજ બાજુનીો લેનમાં આવતા ડમ્પરમાં અથડાઈ હતી. ડમ્પર પણ લગભગ ખૂબ ઝડપે આગળ વધી રહ્યું હતું. પરિણામે ડમ્પર અને કાર 25 મીટર સુધી ઘસડઅયા હતા. દરમિયાન કારમાં આગ લાગી ગઇ હતી. તે ડમ્પરમાં ફસાઈ ગઈ હતી.
ઘટના દરમિયાન કારમાં લાગેલું સેન્ટ્રલ લોક ખુલ્યું ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેના કારણે કારમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા. મોટાભાગના લોકોએ ગરમ વસ્ત્રો પહેર્યા હતા. લગભગ 45 મિનિટ બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ત્યાં સુધીમાં બધા મૃત્યુ પામ્યા હતા. કારમાંથી મૃતદેહો કાઢવા મુશ્કેલ બની ગયા હતા. રાત્રે 1 વાગે તેમના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા. મોટાભાગના મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા. તેમાંથી કેટલાકને ટુકડા કરીને બહાર કાઢવા પડ્યા હતા.
રાત્રે ઘટના બની ત્યારે ઘટના સ્થળથી 200 મીટર દૂર ડભૌરા ગામના ગ્રામજનો સૂઇ રહ્યા હતા. ઠંડા વાતાવરણને કારણે તેઓ આ ઘટના વિશે લાંબા સમય સુધી જાણી શક્યા ન હતા. જો ગ્રામજનો સમયસર જાગી ગયા હોત તો અકસ્માતની તીવ્રતા ઓછી થઈ શકી હોત અને કેટલાક લોકોને બચાવી શકાયા હોત. કારમાંથી ઉંચી જ્વાળાઓ નીકળતી જોઈ અન્ય વાહનોના ચાલકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ મદદ માટે પહોંચી શક્યું પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
સ્થળ પર જામ થઈ ગયો હતો
ઘટના બાદ નૈનીતાલ હાઈવેની એક લેન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. એક બાજુથી આવતા વાહનો ત્યાં ફસાઈ ગયા હતા. સીઓ ચમનસિંહ ચાવડાએ બીજી લેનમાં જ બંને તરફના વાહનોને હટાવવાનું શરૂ કર્યું હતું. રાત્રે 1 વાગ્યે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા બાદ ક્રેનની મદદથી કાર અને ડમ્પરને રસ્તા પરથી હટાવી શકાયા હતા. ત્વાયાર બાદ વાહનવ્યવહાર શરૂ થયો હતો.